World

રોબોટ બન્યો વકીલ: અમેરિકી કોર્ટમાં કેસ લડવા જશે કરશે દલીલો

નવી દિલ્હી : વિજ્ઞાનની (Science) દુનિયામાં આવિશ્કારો (Inventions) ખુબ જ આગળ વધી ગયા છે. મનુષ્ય મંગળ ગ્રહની ધરતી ઉપર પાણી શોધી રહ્યો છે ચંદ્ર ઉપર પણ પગ મૂકી દીધો છે. અહીં માનવો અટક્યા નથી તેવામાં રોબોટને (Robot) પણ અંતરિક્ષની યાત્રા કરાવી દીધી છે. આ બધા જ આવિષ્કારની પચાર માનવીનું મગજ કામ કરે છે. વિજ્ઞાનના ક્ષેત્રમાં માનવીએ ખુબજ પ્રગતિ સાધી છે. અને હવે ટેક્નોલોજીની મદદ વડે હવે માનવના કર્યોને વધુ આસાન બનાવવામાં આવશે. અને તેમને હવે એ જાણીને ખુબ આશ્ચર્ય થશે કે હવે માનવીએ હવે એક રોબોટને વકીલ (Lawyer Robot) બનવી દીધો છે. આ વાતમાં તથ્ય છે. અને હવે અમેરિકાની કોર્ટમાં રોબોટ કેસ પણ લઢસે અને દલીલો પણ કરશે.

  • તેમને હવે એ જાણીને ખુબ આશ્ચર્ય થશે કે
  • માનવીએ હવે એક રોબોટને વકીલ બનવી દીધો છે
  • અમેરિકાની કોર્ટમાં રોબોટ કેસ પણ લઢસે અને દલીલો પણ કરશે

રોબોટે AIની મદદથી વકીલ બનાવ્યો
તમે પણ વિચારતા હશો કે ટેક્નોલોજીની મદદ વડે અમેરિકાએ કેવી સિદ્ધિ હાસિલ છે. તમને જણાવી દઈએ કે અમેરિકાએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની મદદથી એક રોબોટને વકીલ બનાવ્યો છે. આવું કરનાર અમેરિકા વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. જેણે એક રોબોટને વકીલ બનાવ્યો છે. આ રોબોટ યુએસ સ્થિત સ્ટાર્ટઅપ DoNotPay દ્વારા બનાવવામાં આવ્યો છે. આ રોબોટ ટૂંક સમયમાં અમેરિકી કોર્ટમાં દલીલ કરશે અને પોતાની દલીલો રજૂ કરશે. આ રોબોટ પહેલા ઓવર સ્પીડિંગના કેસમાં કાયદાકીય સલાહ આપશે.

ઓવર સ્પીડિંગ અંગે કાયદાકીય સલાહ આપશે
તેને ચલાવવા માટે તમારે સ્માર્ટફોનનો ઉપયોગ કરવો પડશે. આ રોબોટ સ્માર્ટફોનથી ચાલશે અને લોકોને કાયદાકીય સલાહ આપશે. આ AI-સંચાલિત રોબોટ વકીલ પહેલા કોર્ટની કાર્યવાહી સાંભળશે અને પછી વ્યક્તિને દંડથી બચાવવા માટે કાયદાકીય સલાહ આપશે.

ટેક્નોલોજી જ હવે ફ્યુચર બની જશે
ટેક્નોલોજી ભવિષ્ય બનશે. આ વાત હકીકતમાં બદલાઈ રહી છે. જેને સાકાર કરતી અનેક ફિલોમો જેવી કે ‘રોબો કોપ,’આઈ રોબોટ જેવી ફલ્મો પણ હોલીવુડ વર્ષો પહેલા બનાવી ચૂક્યું છે.જેમાં સ્પષ્ટ સંદેશ આપ્યા છે માનવે કરેલા આવિષ્કારના પરિણામ સ્વરૂપે રોબોટ માનવીના અનેક કામો કરી રહ્યો છે અને તેમની મદદ કરી રહ્યા છે. હવે અમેરિકામાં જે રીતે એક રોબોટ આગામી દિવસોમાં વકીલ બનીને માનવના કેસ લડશે તેના ઉપરથી ચોક્કસ કહી શકાય છે ફિલ્મોમાં દર્શાવવામાં આવેલ આ પરિકલ્પના સાકાર થઇ ચુકી છે.

Most Popular

To Top