Entertainment

બિગ બોસ વિનર એમસી સ્ટેને ફેનબેઝમાં વિરાટ કોહલીને પાછળ છોડ્યો, જાણો કેવી રીતે?

મુંબઈ: બિગ બોસ 16 વિનર (Big Boss 16 Winner) એમસી સ્ટેન (MC Stan) પર ચાહકોએ ખૂબ પ્રેમ વરસાવ્યો છે. જ્યારે 12 ફેબ્રુઆરીએ બિગ બોસના વિજેતાની જાહેરાત કરવામાં આવી ત્યારે નામ સાંભળતા જ ચાહકો ચોંકી ગયા હતા. જો કે ચાહકો માની રહ્યા હતા કે વિજેતા પ્રિયંકા ચહર ચૌધરી અથવા શિવ ઠાકરે હશે પરંતુ સલમાન ખાને (Salman Khan) રેપર એમસી સ્ટેનનું નામ લેતા જ બધા ચોંકી ગયા હતા. પરંતુ અમે તમને જણવી દઈએ કે એમસી સ્ટેન ખરેખર ઘણો લોકપ્રિય છે. તેની ફેન ફોલોઈંગમાં વિરાટ કોહલી, સિદ્ધાર્થ શુક્લા અને તેજસ્વી પ્રકાશને પણ પાછળ છોડી દીધા છે. આ સાંભળી તમે પણ ચોંકી ગયા હશો કે વિરાટ કોહલી ભારતમાં સૌથી વધુ ફોલો કરવામાં આવતી સેલિબ્રિટીમાંથી એક છે. તો તેમના કરતાં વધુ લોકપ્રિય સ્ટેન કેવી રીતે હોઈ શકે?

વિરાટથી વધુ છે ફેનબેઝ એમસી સ્ટેનનો
બિગ બોસ 16 વિનરમાં જ્યારે એમસી સ્ટેનનું નામ વિજેતા તરીકે જાહેર કરવામાં આવ્યું કે તરત જ ટ્વિટર પર અનડિઝર્વિંગ વિનરનું હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યું હતું. દરેક વ્યક્તિ વિચારી રહ્યો હતો કે સ્ટેન કેવી રીતે જીતી શકશે. સ્ટેને આખી સિઝનમાં કંઈ કર્યું નથી. પરંતુ એમસી સ્ટેન વિનર બન્યો તે પણ તેના ફેન્સના કારણે. ઇન્સ્ટાગ્રામ પર સ્ટેનને લગભગ 7 મિલિયન એટલે કે 70 લાખ લોકો ફોલો કરે છે. આખી સિઝનમાં તેની ટીમ સોશિયલ મીડિયા પર એક્ટિવ નહોતી. ટીમ દ્વારા તેમની બિગ બોસ પ્રવૃત્તિ અંગે કોઈ પોસ્ટ કરવામાં આવી નથી. પરંતુ વિનર બન્યા બાદ સલમાન ખાન અને બિગ બોસની ટ્રોફી સાથે તેનો ફોટો પ્રકાશિત થતાં જ લાઈક્સનો વરસાદ થવા લાગ્યો હતો.

ગણતરીના કલાકોમાં જ સ્ટેનના ફોટા પર રેકોર્ડ બ્રેક લાઈક્સ આવવા લાગી હતી. ત્યારે એ જ સમયે વિરાટ કોહલીની તસવીર પર પણ પોસ્ટ કરવામાં આવી હતી જ્યાં લગભગ 20 લાખ લાઈક્સ મળી હતી. જ્યારે સ્ટેનના ફોટોને 60 લાખથી વધુ લાઈક્સ મળી હતી. રેપર એમસી સ્ટેનનો ફેનબેઝ ઘણો મજબૂત છે. આ પોસ્ટ પણ આ વાતને સાબિત કરે છે. જેના કારણે તેણે જીત પણ મેળવી છે. ખુદ સલમાન ખાને પણ કહ્યું છે કે સ્ટેનના ફેન્સ તેને દિલથી વોટ કરી રહ્યા છે. જ્યારે સ્ટેન ઘરની બહાર જવા માંગતો હતો ત્યારે પણ તેના ચાહકોએ તેને રેકોર્ડ બ્રેક સમર્થ આપી રહ્યા હતા.

બિગ બોસના સૌથા પોપ્યુલર કન્ટેસ્ટન્ટ
જો આપણે બિગ બોસના અગાઉના વિજેતાઓ પર નજર કરીએ તો બિગ બોસ 13ની ટ્રોફી જીતનાર સિદ્ધાર્થ શુક્લાના વિજેતા ફોટા પર 10 લાખથી વધુ લાઈક્સ છે. તેણે તેની માતા સાથેનો ફોટો પોસ્ટ કર્યો હતો. સિદ્ધાર્થ પણ બિગ બોસના સૌથી લોકપ્રિય સ્પર્ધકોમાંથી એક હતો. બીજી તરફ, બીજા સૌથી લોકપ્રિય સ્પર્ધક તેજસ્વી પ્રકાશ છે. તેજસ્વી બિગ બોસ 15 ની વિનર છે. અભિનેત્રીએ શો જીત્યા બાદ તેના માતા-પિતા અને ટ્રોફી સાથે એક ફોટો પોસ્ટ કર્યો હતો. આ પોસ્ટને પણ 1.3 મિલિયન લાઈક્સ મળી છે.

બિગ બોસના ઘરમાંથી બહાર આવ્યા બાદ એમસી સ્ટેને કહ્યું હતું કે – “કોણ શું કહે છે તેની તેને કોઈ પરવા નથી. મને ઈર્ષ્યા કરતા લોકો ગમે છે. આ એક ખૂબ જ કુદરતી માનવ લાગણી છે. બસ દરેક વ્યક્તિએ સ્વીકારવું જોઈએ કે જો તેમને કંઈક મળ્યું નથી તો તે તેમના માટે નથી. બીજા બધાની જેમ મને પણ આઘાત લાગ્યો છે પણ હું માનું છું કે હું પણ જીતવાને લાયક છું.

Most Popular

To Top