National

શિક્ષણમાં નંબર વન ગણાતાં આ રાજ્યએ પણ ગુજરાત મોડલનેે અનુસર્યું, ધોરણ 10-12 ની શાળાઓ શરૂ થશે

નવી દિલ્હી (New Delhi): દિલ્હી સરકારે દસમા અને બારમા વર્ગની શાળાઓ ખોલવાનો આદેશ આપ્યો છે. શાળા 18 જાન્યુઆરીથી ખુલશે. બોર્ડની પરીક્ષાઓની તૈયારીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જણાવી દઇએ કે દેશના ઘણા રાજ્યોમાં હવે પરીક્ષાઓ નજીક આવતા અને કોરોનાના કેસ પણ ઓછા થતાં શાળાઓ ખોલવોન નિર્ણય લીધો છે. જો કે અઠવાડિયા પહેલા મહાારાષ્ટ્ર અને કેરળમાં 60 જેટલા શિક્ષકો અને અન્ય સ્ટાફને કોરોના આવતા વાલીઓ ચિંતામાં આવી ગયા હતા.

ગત માર્ચ મહિનાથી દેશમાં શાળાઓ બંધ છે, ઓનલાઇન એજ્યુકેશન એક રીતે સારૂં છે પણ બીજી બાજુ સ્કૂલ ફીના મુદ્દે શાળા સંચાલકો અને વાલીઓ વચ્ચે સતત ટસલ થઇ રહી છે.

બીજી બાજુ 16 જાન્યુઆરીએ પીએમ મોદી વર્ચ્યુઅલ રીતે આ અભિયાનની શરૂઆત કરશે. દેશના અલગ અલગ રાજ્યોમાં આ દરમિયાન એક સાથે વેક્સિનેશનની શરૂઆત થશે. મહત્વનું છે કે જેને પણ કોરોના વેક્સિન આપવામાં આવશે તેને બે ડોઝ આપવામાં આવશે. દરેક વ્યક્તિએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે, જે બાદ કો-વિન ઍપ દ્વારા તમને રસીની તારીખ સમય અને સ્થળ સિવાય અન્ય જાણકારી આપવામાં આવશે. બંને ડોઝ બાદ તમને સર્ટીફિકેટ મળશે. 

રાજધાની દિલ્હીની વાત કરીએ તો લોકનારાયણ જય પ્રકાશ હોસ્પિટલમાં વેક્સિનેશન અભિયાનની શરૂઆત થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે આ કાર્યક્રમમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન સામેલ થઇ શકે તેમ છે. મહત્વનું છે કે આ સિવાય રાજીવ ગાંધી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં પણ આ અભિયાનની શરૂઆત કરવામાં આવશે. જ્યાં કોરોના વેક્સિન સ્ટોર કરવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે, દેશમાં બે વેક્સિનને મંજૂરી મળી છે. કોવિશીલ્ડ અને કોવેક્સિન. જેની સપ્લાય થોડા દિવસો પહેલા જ શરૂ થઇ ગઇ હતી. હવે દેશના દરેક રાજ્યોમાં વેક્સિન પહોંચાડવામાં આવી રહી છે. ભારતમાં અલગ ચરણમાં વેક્સિનેશનનું કામ થશે, જેની શરૂઆત 16 જાન્યુઆરીથી થશે. હાલમાં 3 કરોડ વોરિયર્સને વેક્સિન આપવામાં આવશે. જે બાદ ફ્રન્ટલાઇન વકર્સ, 50 વર્ષથી વધુની ઉંમરના લોકો અને ગંભીર બિમારીવાળા લોકોને વેક્સિન આપવામાં આવશે. દિલ્હી સિવાય અન્ય રાજ્યોમાં સીરમ ઇન્સ્ટિટ્યુટની કોવિશીલ્ડ સિવાય ભાર બાયોટેકની કોવેક્સિનની સપ્લાય શરૂ થઇ ગઇ છે. 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે અહેવાલ આપ્યો છે કે પાછલા 24 કલાકમાં દેશમાં કુલ 15,968 નવા કેસ નોંધાયા છે, જેમાં કેરળ અને મહારાષ્ટ્રમાંથી મોટા આંકડા સામે આવ્યા છે. મંગલવારે દેશમાં 17,817 સાજા થયા હતા. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી 202 લોકોનામોત થયા હતા.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top