Dakshin Gujarat

સરીગામ જીઆઇડીસી સ્થિત કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી

ઉમરગામ: સરીગામ જીઆઇડીસી(Sarigam GIDC) સ્થિત એક કેમિકલ કંપનીમાં (Chemical Company) ભીષણ આગ (Fire) લાગી હતી. કંપનીમાં આગ ફાટી નીકળતાં મેજર કોલ જાહેર કરાયો હતો. આગ લાગવાની જાણ થતાં જ ફાયર ફાઈટરની (Fire Fighter Team) ટીમ દોડી આવી ગણતરીના કલાકોમાં જ આગ ઉપર કાબુ મેળવી લીધો હતો.

ઉમરગામ નજીક સરીગામ જીઆઈડીસીની ઘટના, આગ લાગતા કેમિકલ કંપનીનો કરોડોનો માલ સ્વાહા

સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, ઉમરગામ તાલુકાના સરીગામ જીઆઇડીસી કેમિકલ ઝોનમાં આવેલી અર્કીલ કેમ પ્રા.લિ. યુનિટ-2 નામની કંપનીમાં બુધવારે સવારના મળસ્કે ચારેક વાગ્યાના સુમારે આગ લાગવાનો બનાવ બનતાં ધુમાડાના ગોટેગોટા આકાશમાં છવાઈ ગયા હતા. આગ ભીષણ હોવાના કારણે આજુબાજુની કોઈ કંપની ઝપેટમાં આવી શકે તેવી શક્યતાઓને જોતા મેજર કોલ જાહેર કરાયો હતો.

ઘટનાની જાણ થતાં ભિલાડ પોલીસ અને સરીગામ, વાપી, ઉમરગામના ફાયર ફાઈટર ટીમ ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી ગણતરીના કલાકોમાં જ આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. આગમાં માલ મટીરીયલ, મશીનરી, રો-મટીરીયલ અને મકાનને મોટું નુકસાન થવા પામ્યું હતું. જો કે,આગમાં કોઈ જાનહાની થઈ ન હતી. આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

સુરત જીઆઈડીસીમાં પણ મંગળવારે આગ લાગ્યાની ઘટના બની હતી
સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં સોલાર પેનલ બનાવતી એક કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈ હતી. સચિન જીઆઇડીસીના સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં આવેલી આ.એ.વારી પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં આગ લાગી હતી. આગ લાગવાની સુચના મળતા ફાયર નોટિડફાઇડ એરિયાની ફાયરની અંદાજીત 10 જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. એટલું જ નહિ પણ ફાયરના જવાનોએ આગ પર પાણીનો મારો ચલાવી આગ કાબુ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

સચિન જીઆઇડીસીમાં લાગેલી આગ વિશે ફાયર વિભાગે જણાવ્યું હતું કે, કંપનીમાંથી ફોન આવતાં ભેસ્તાન ફાયરને રવાના કરાઈ હતી. એટલું જ નહીં પણ આગની ગંભીરતાને જોતાં લગભગ સચિન નોટિફાઇડ એરિયાની ફાયરની અનેક ગાડીઓ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી.

મંગળવારે બપોરે અઢી વાગ્યાની આજુબાજુની ઘટના
ભેસ્તાન ફાયર વિભાગના અધિકારી દિનેશ પટેલે જણાવ્યું હતું કે, બપોરના લગભગ અઢી વાગ્યે ફોન આવ્યો હતો. સોલાર કંપનીના આગળ અને પાછળ બન્ને ગોડાઉનમાં આગ લાગી હતી. લગભગ 1 કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી ગઈ હતી. જોકે કુલિંગ કરતા ઘણો સમય લાગ્યો હતો.

Most Popular

To Top