Dakshin Gujarat

ડાંગ સાપુતારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે શીત લહેર વ્યાપી

સાપુતારા: (Saputara) હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ આજરોજ ડાંગ જિલ્લાનાં (Dang District) વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, આહવા, વઘઇ અને સુબિર સહીત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકમાં સોમવારે દિવસ દરમ્યાન વાદળછાયુ વાતાવરણ છવાઈ રહેતા સમગ્ર પંથકમાં શીત લહેર વ્યાપી જવા પામી હતી.

ભારતીય હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતનાં જિલ્લાઓમાં આવનાર બે થી ત્રણ દિવસ માટે કમોસમી માવઠા અને 40 કિલોમીટરની પ્રતિ ઝડપે પવનનાં સુસવાટાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજરોજ ડાંગ જિલ્લાનાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, આહવા, વઘઇ અને સુબિર સહીત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકમાં સોમવારે દિવસ દરમ્યાન વાદળછાયુ વાતાવરણ છવાઈ રહેતા સમગ્ર પંથકોમાં શીતલહેર વ્યાપી જવા પામી હતી. ડાંગ જિલ્લામાં વાતાવરણનાં પલટાનાં કારણે ડાંગી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ગિરિમથક સાપુતારા ખાતે વાતાવરણમાં પલટો આવી જતા જોવા લાયક સ્થળોનું વાતાવરણ આહલાદક બની જવા પામ્યુ હતુ. થોડા દિવસ પૂર્વે ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સતત ત્રણ દિવસ સુધી પડેલા કમોસમી માવઠાનાં પગલે ડાંગી ખેડૂતોને જંગી નુકસાન થયુ હતુ. ત્યારે આજરોજ ફરીવાર ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં વાતાવરણમાં પલટો આવી જતા ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળવાનાં એંધાણ વર્તાવા પામ્યા છે.

વાપીમાં કેટલાક વિસ્તારોમાં અમીછાંટણાં, છતાંય લોકોને ભારે ગરમીનો અહેસાસ
વાપી: હવામાન વિભાગે બે દિવસ કમોસમી વરસાદની કરેલી આગાહી મુજબ વાપી તાલુકામાં સોમવારની સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. વાપી તથા આસપાસના વિસ્તારોમાં કયાંક અમીછાંટણા થયા હતાં. સવારે ઠંડો પવન ફૂંકાયો હતો. સવારથી સાંજ સુધી ઘેરાયેલા વાદળો વચ્ચે કયારેક-કયારેક સૂરજદાદાના દર્શન થતાં હતાં. દિવસભર વધુ પડતી ગરમીનો પણ અહેસાસ લોકોએ અનુભવ્યો હતો. અત્રે નોંધનીય છે કે પાછલા અઠવાડિયામાં જોરદાર પવન વચ્ચે કમોસમી વરસાદ પડયો હતો. જે બાદ ફરી વાદળો ઘેરાતા ખેડૂતોના માથે ફરી ચિંતાનું મોજું જોવા મળી રહ્યું છે.

Most Popular

To Top