Gujarat

કચ્છની ધરતી ફરી ધ્રુજી, 3.9 તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો

કચ્છ: ગુજરાતના (Gujarat) કચ્છમાં (Kutch) ફરી એકવાર ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.9 નોંધવામાં આવી છે. જો કે હાલમાં આ ભૂકંપ બાદ કોઈ નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. ભૂકંપનો સમય લગભગ બપોરે 3.58 વાગ્યાનો હતો. અમરેલીથી 44 કિમી દક્ષિણ-દક્ષિણ-પૂર્વમાં આવેલા સાવરકુંડલા તાલુકાના મિતીયાળા ગામમાં 6.2 કિમીની ઉંડાઈએ આંચકા નોંધાયા હતા.

તમને જણાવી દઈએ કે આ પહેલા 26 અને 27 ફેબ્રુઆરીએ પણ બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેમાંથી એકની તીવ્રતા 4.3 અને 3.8 હતી. 26 ફેબ્રુઆરીએ ગુજરાતના રાજકોટમાં સવારે 3.21 વાગ્યે 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ આ અંગે માહિતી આપી હતી. NCS એ ટ્વિટ કર્યું હતું કે રાજકોટના ઉત્તર ઉત્તર પશ્ચિમ (NNW) લગભગ 270 કિલોમીટરના અંતરે બપોરે 3:21 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગયા અઠવાડિયે, ગુજરાતના અમરેલી જિલ્લામાં બે દિવસમાં ત્રણ નાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

તેવી જ રીતે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં ગુરુવારે 3.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જો કે જાન-માલનું કોઈ નુકસાન થયું ન હતું. અમરેલીથી 44 કિમી દક્ષિણ-દક્ષિણ-પૂર્વમાં આવેલા સાવરકુંડલા તાલુકાના મિતીયાળા ગામમાં 6.2 કિમીની ઉંડાઈએ આંચકા નોંધાયા હતા. ત્યારે આ પહેલા ઉત્તરાખંડમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં મોડી રાત્રે અનુભવાયા ભૂકંપના આંચકા
ઉત્તરાખંડ: તુર્કી (Turkey) બાદ ઘણા દેશોમાં ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા રહ્યા છે. ભારતના પણ કેટલાક રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે હવે ઉત્તરાખંડના (Uttarakhand) ઉત્તરકાશીમાં (Uttarkashi) શનિવારે મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.5 નોંધવામાં આવી છે. ભૂકંપના કારણે અત્યાર સુધી કોઈ નુકસાનના અહેવાલ નથી.

ભૂકંપના આંચકા મોડી રાત્રે 12.45 કલાકે આવ્યા હતા. તેનું કેન્દ્ર જમીનમાં 5 કિલોમીટર ઊંડે હતું. આ પહેલા 13 જાન્યુઆરીએ પણ ઉત્તરકાશીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઉત્તરકાશીમાં મોડી રાત્રે આવેલા ભૂકંપની તીવ્રતા 2.9 માપવામાં આવી હતી, જેનું કેન્દ્રબિંદુ જમીનની અંદર 10 કિમી ઊંડે હતું.

Most Popular

To Top