SURAT

અમેરિકાની રિપબ્લિકન પાર્ટીના કાઉન્સિલમેનના ઉમેદવાર તરીકે સુરતના યોગી પટેલનું નામ

લોસ એન્જલસ (Los Angeles) ખાતે રહેતા મૂળ સુરતી યોગી પટેલને (Yogi Patel) 20 વર્ષથી વસવાટ કરી રહેલા યોગી પટેલને આર્ટેસિયા ખાતેથી કાઉન્સીલમેનના ઉમેદવાર (Candidate) તરીકે જાહેર કરવામાં આવ્યા છે. કેલિફોર્નિયાના (California) લોસ એન્જલસ કાઉન્ટિની હદમાં આવતા આર્સેટિયા સિટી ખાતેથી મૂળ સુરતના વતની એવા યોગી પટેલને રિપબ્લિકન પાર્ટીએ કાઉન્સિલમેનના ઉમેદવાર જાહેર કર્યા છે. આ બાબતની સત્તાવાર જાહેરાત જૂન મહિનામાં કરવામાં આવશે. જણાવી દઈએ કે અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં નીકિ હેલી રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર તરીકે દાવેદારી કરી રહ્યા છે જેઓ ભારતીય મૂળના છે.

રિઅલ એસ્ટેટથી લઈ હોટેલ એન્ડ મોટેલ ઈન્ડસ્ટ્રીઝમાં નામ કરનાર મૂળ સુરતી યોગી પટેલનું નામ અમેરિકાની રિપલ્બિકન પાર્ટીમાં ઝળક્યું છે. યોગી પટેલ છેલ્લા ઘણા સમયથી સામાજીક સેવા સાથે પણ સંકળાયેલા છે. વિવિધ હોદ્દાઓ પર માનદ સેવા પુરી પાડી રહ્યા છે. તેઓ છેલ્લા પાંચ વર્ષથી રિપબ્લિકન પાર્ટી સાથે સંકળાયેલા છે. અને હવે તેમને પાર્ટીમાં કાઉન્સિલમેન તરીકેની જવાબદારી મળે તેવી પૂરેપૂરી શક્યતા છે. મળતી માહિતી મુજબ કાઉન્સિલમેનની ચૂંટણી જીત્યા બાદ તેઓ પાર્ટીના નેજા હેઠળ લગભગ 6 શહેરોની જવાબદારી સંભાળશે. હાલ તેમના નામ પર વિચારણા થઈ ચુકી છે પરંતુ તેમના નામ અંગેની સત્તાવાર જાહેરાત જૂન મહિનામાં કરવામાં આવશે.

મૂળ સુરતી એવા યોગી સમાજ સેવા સાથે પણ જોડાયા છે. તેઓ ભારતીય વિદ્યાર્થીઓની મદદ માટે પણ કામ કરી રહ્યાં છે. તેમને અત્યાર સુધીમાં ઘણા એવોર્ડ મળ્યા છે. યોગી પટેલને 7 જેટલા એવોર્ડ મળ્યા છે. લોસ એન્જલસ કાઉન્ટીમાં તેમણે ભારતીય લોકો માટે કામ કર્યું છે. તેઓ સેરીટોઝ કોલેજ ફાઉન્ડેશનમાં સહ ચેરમેન તરીકે સેવા આપતા ગુજરાતી વિદ્યાર્થીઓ માટે એવું કાર્ય કર્યું છે કે જેના થકી ગુજરાત અને સમગ્ર દેશમાંથી અમેરિકા ભણવા જનાર વિદ્યાર્થીઓને સ્કોલરશિપથી માંડી રહેવાની જમવાની સુવિધા આપી છે. જેના કારણે તેઓ ગુજરાતીઓમાં પ્રખ્યાત છે.

Most Popular

To Top