Dakshin Gujarat

નવસારીના વેગામ ગામેથી વિદેશી દારૂ ભરેલી કાર મળી, ચાલક ગાયબ

નવસારી: (Navsari) વેગામ ગામેથી નવસારી પ્રોહિબિશન સ્કોડે 65 હજારના વિદેશી દારૂ (Liquor) ભરેલી કાર (Car) ઝડપી પાડી હતી. પોલીસે કારનો પીછો કરતા કાર ચાલક કાર વેગામ ગામે પીર ફળિયા પાસે આવેલી નાની નહેર (Canal) પાસે કાર મૂકી ફરાર થઇ ગયો હતો. પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.

  • વેગામ ગામમાંથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ
  • નાની નહેર પાસે કાર મૂકી ચાલક ફરાર

મળતી માહિતી મુજબ નવસારી નાયબ પોલીસ અધિક્ષકની પ્રોહિબીશન સ્કોડની ટીમને બાતમી મળી હતી કે, એક સિલ્વર રંગની મારુતિ સુઝુકી સેલેરીયો કાર (નં. જીજે-15-સીબી-8436) માં ગાડીની સીટ નીચે તથા ડિકીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી ગણદેવી થઇ અંદરના રસ્તેથી નવસારી-સુરત તરફ જનાર છે. જે બાતમીના આધારે પોલીસે સાલેજ ગામ માયાતલાવડી નહેર પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી કાર આવતા પોલીસે તેને ઉભી રાખવાનો ઈશારો કરતા કારના ચાલકે કાર ઉભી નહીં રાખી ચાલકે કાર વેગામ જવાના રસ્તા તરફ હંકારી દીધી હતી.

જેથી પોલીસે તે કારનો પીછો કરતા કાર ચાલક કાર વેગામ ગામે પીર ફળિયા પાસે આવેલી નાની નહેર પાસે કાર મૂકી ચાલક ફરાર થઇ ગયો હતો. જેથી પોલીસે તે કારની તપાસ કરતા તેમાંથી 65,600 રૂપિયાની વિદેશી દારૂની 82 નંગ બાટલીઓ મળી આવી હતી. પરંતુ કાર ચાલક ફરાર થઈ જતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહીત 2.50 લાખની કાર મળી કુલ્લે 3,15,600 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.

લવાછાથી દારૂની હેરાફેરી કરનાર હોમગાર્ડ ઝડપાયો
વાપી : વાપી ડુંગરા પોલીસ લવાછા ચેકપોસ્ટ પાસે વાહન ચેકીંગમાં હતી. તે દરમિયાન સેલવાસ તરફથી આવતી મોપેડને અટકાવી તપાસ હાથ ધરતા બેગમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. મોપેડ સવાર વિરલકુમાર નટુભાઈ પટેલ (ઉં.25)એ પોતે હોમગાર્ડ તરીકે નોકરી કરતો હોવાનું પોલીસને જણાવ્યું હતું. પોલીસે દારૂની હેરાફેરી કરનાર હોમગાર્ડ સહિત દિવ્યેશ મુકેશ પટેલ (બંને રહે. લવાછા) ની અટક કરી મોપેડ, ફોન તથા દારૂનો જથ્થો મળી કુલ રૂ.39,500/-નો મુદ્દામાલ કબજે કરી તેઓની સામે વાપી ડુંગરા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

રિક્ષામાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરનારા બે ઝડપાયા
વાપી: વાપી ડુંગરા પોલીસ પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન બાતમીના આધારે લવાછા પીપરીયા પાસે વોચ ગોઠવી હતી. માહિતીવાળી રિક્ષાને અટકાવી તપાસ કરતા રિક્ષાની પાછળ મ્યુઝીક ટેપના ચોરખાનામાં દારૂ-બીયરનો જથ્થો કિં.રૂ.8 હજારનો મળી આવ્યો હતો. દારૂની હેરાફેરી કરનાર દિનેશ શોભનાથ શર્મા ઉં.37, રહે. સુરત અને ગૌતમ વિજય કાકડે ઉં.29, રહે. સુરત, મૂળ મહારાષ્ટ્ર ની ડુંગરા પોલીસે અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top