Entertainment

સલમાન ખાને તેમના નામનો દુરુપયોગ કરનારાઓને આપી ચેતવણી, કહ્યું કોઈપણ ફિલ્મ માટે…

મુંબઇ: બોલિવૂડના (Bollywood) ફેમસ એક્ટર સલમાન ખાન (Salman Khan) આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ‘ટાઈગર-3’માં વ્યસ્ત છે. આ ઉપરાંત બિગ બોસ OTT-2 પણ હોસ્ટ કરી રહ્યા છે. તાજેતરમાં જ અભિનેતા સલમાન ખાને ફિલ્મોમાં કાસ્ટિંગને લઈને નોટિસ (Notice) જાહેર કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તે કે તેની પ્રોડક્શન કંપની હાલમાં કોઈ ફિલ્મ માટે કાસ્ટ કરી રહી નથી.

બોલિવૂડ અભિનેતા સલમાન ખાને સોમવારે સોશિયલ મીડિયા પર પોતાની અને તેની પ્રોડક્શન કંપની વતી સત્તાવાર નિવેદન જાહેર કર્યું. તેમણે આ સત્તાવાર નિવેદનમાં સ્પષ્ટતા કરી કે તેઓ અથવા તેમનું પ્રોડક્શન હાઉસ હાલમાં કોઈ ફિલ્મ માટે કાસ્ટ કરી રહ્યું નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ તેમના અથવા તેમની કંપનીના નામનો ઉપયોગ કરતા કોઈપણ વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરશે.

અભિનેતા દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટમાં તેમણે લખ્યુ છે કે એ સ્પષ્ટતા કરવામાં આવે છે કે સલમાન ખાન કે સલમાન ખાન ફિલ્મ્સ હાલમાં તેમની કોઈપણ ફિલ્મ માટે કાસ્ટ કરી રહ્યાં નથી. અમે અમારી આગામી ફિલ્મો માટે કોઈ કાસ્ટિંગ એજન્ટને હાયર કર્યા નથી. જો તમને આવો કોઈ ઈમેલ કે મેસેજ મળે તો તેના પર વિશ્વાસ ન કરો. જો કોઈ ખાન અથવા SKF ના નામનો દુરુપયોગ કરતું જોવા મળશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ ફિલ્મોમાં સલમાન ખાન જોવા મળશે
સલમાન ખાન છેલ્લે એપ્રિલમાં કિસી કા ભાઈ કિસી કી જાનમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે પૂજા હેગડે, શહનાઝ ગિલ, પલક તિવારી સહિત ઘણા મોટા સ્ટાર્સ હતા. અને હવે તે મનીષ શર્મા દ્વારા નિર્દેશિત ‘ટાઈગર 3’માં કેટરિના કૈફ સાથે જોવા મળશે. આ ફિલ્મમાં શાહરૂખ ‘પઠાણ’ તરીકે કેમિયો કરશે. આ સિવાય સલમાન ખાન પણ સિદ્ધાર્થ આનંદની ટાઈગર વર્સેસ પઠાણમાં શાહરૂખની સાથે જોવા મળશે. આ ફિલ્મ વર્ષ 2024માં રિલીઝ થશે.

Most Popular

To Top