SURAT

બારડોલીના પીઆરબી આર્ટ્સ કોલેજના આચાર્યની ભૂલને લીધે વિદ્યાર્થીનું વર્ષ બગડતાં ભારે હોબાળો

સુરત : બારડોલીની (Bardoli) પી.આર.બી. આટર્સ એન્ડ કોમર્સ કોલેજમાં (PRB Arts and Commerce College) બી.એ. 6 માં રેગ્યુલર અભ્યાસ કરતો વિદ્યાર્થી (student) માર્ચ 2022 માં લેવાયલી પરિક્ષામાં કોઈ કારણ સર હાજર નહિ રહી શક્યો ન હતો. જેના કારણે 2023માં જાહેર થયેલા પરિણામમાં For whdrown જાહેર કરાતા ભારે હોબાળો થયો હતો. એટલું જ નહીં પણ તમામ વિષયના એસાઈમેન્ટ લઈ આચાર્ય ને આપવા ગયો તો આચાર્યે કહ્યું એની જરૂર નથી, વધતા ઘટતા માર્કસ ઉમેરી દઈશુ. આવું કહેનાર આચાર્યની ભૂલ ને કારણે વિદ્યાર્થનું આખું વર્ષ બગડ્યું હોવાનો NSUI દ્વારા આરોપ મુકવામાં આવ્યો હતો.

વિદ્યાર્થીનું નામ કાનમિયા રત્નાભાઈ બચુભાઈ છે. વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે વર્ષ 2021-22 માં પી.આર.બી. આટર્સ એન્ડ કોમર્સ કોલેજમાં બી.એ. 6 માં તે રેગ્યુલર અભ્યાસ કરે છે. વિદ્યાર્થીએ વધુમાં જણાવ્યું કે માર્ચ 2022 માં લેવાયલી પરિક્ષા દરિમ્યાન હું પોલિસ ની પરીક્ષાની તૈયારી કરવા ગાંધીનગર ગયો હતો. જેના કારણે કોલેજની ઈન્ટરનલ પરીક્ષા આપી શક્યો ન હતો. જેથી મને ઈન્ટરનલમાં નાપાસ જાહેર કર્યો હતો. જેનું યુનિવર્સિટીએ પરીક્ષાનું આવેદન પત્ર પરત ખેંચી લેવામાં આવ્યા હતું. ત્યારબાદ ફરી યુનિવર્સિટી દ્વારા લેવાયેલી બી.એ. સેમ-2 ની પરીક્ષા માર્ચ-2022માં આપી શકયો ન હતો.

વિદ્યાર્થીએ વધુમાં જણાવ્યું હતું કે 2022-23 માં મેં ઈન્ચાર્જ આચાર્ય ડૉ. વિક્રમ ચૌધરી પાસે સેમ-3 માં પ્રવેશ મેળવવા ગયો. તો એમને મને પ્રવેશ ન આપીયો અને જણાવ્યું હતું કે, તારે બહારથી જ કોલેજની ઈન્ટરનલ પરીક્ષા આપવી પડશે. એમા પાસ થાય પછી યુનિવર્સિટીની પરીક્ષા આપી શકશ. એટલે મે વર્ગો ભરવાની છુટ આપવામાં માટે રજુઆત કરી હતી. તેણે વધુમાં જણાવ્યું હતું કે હું પાંચ સેમેસ્ટર સુધી ફર્સ્ટ કલાસ ડીસ્ટ્રીકશન સાથે પાસ થયો હતો. આવી રજુઆત કરતા આચાર્ય એ કહ્યું હતું કે તારા જેવા બીજા વિદ્યાર્થી પણ આવે એટલે તને પરમિશન નહી અપાય. આમ છતા હું કોલેજના વર્ગો ભરવા જતો ત્યારે મને કોલેજ કેમ્પસમાંથી બહાર નિકળવા માટે દબાણ કરાતું હતું. મારૂ બધા વિદ્યાર્થી સામે વારંવાર અપમાન કર્યુ હોવા છતા ગુરુજી હોવાથી મે એમનું માન જાળવ્યું હતું.

વિદ્યાર્થીએ વધુમાં કહ્યું હતું કે ફેબ્રુઆરી 2023 માં કોલેજ દ્વારા લેવાયેલી ઈન્ટરનલની પરિક્ષામાં મેં બધા વિષયોની પરીક્ષા આપી હતી, ત્યારબાદ હું બધા વિષયના એસાઈમેન્ટ લઈને આચાયને આપવા ગયો હતો. ત્યારે આચાર્યએ એવું કહ્યું કે હવે એની જરૂર નથી, વધતા ઘટતા માર્કસ હું ઉમેરી દઈશ. મે એમના પર વિશ્વાસ મુકીને યુનિવર્સિટીમાં લેવાયેલી બી.એ. સેમ-6 ની પરીક્ષા આપી પરંતુ યુનિવર્સિટીને મોકલાવવાના ઈન્ટરનલ માર્કસમાં એમને કોઈ સુધારો કર્યો ન હતો. યુનિવર્સિટી દ્વારા જાહેર થયેલા પરિણામમાં મારો નંબર For whdrown માં જાહેર કરવામાં આવ્યો હતો. આમ ડૉ. આચાર્ય વિક્રમ ચૌધરીએ મારા ભવિષ્ય સાથે ચેડા કરતા મારા બે વર્ષ બગાડ્યા છે.

વિદ્યાર્થીએ વધુમાં જણાવ્યું હતું કે 23 મેં 2023ના રોજ આચાર્યને મળવા ગયો હતો. ત્યારે આચાર્ય કહ્યું કે આવતા વર્ષે તને એડમિશન આપીશ ત્યારે હાજરી એસાઈમેન્ટ તથા પરીક્ષાના માર્કસ પણ આપી પાસ કરી દઈશુ. અત્યારે મારા હાથમાં કઈ નથી. આ સાથે મે મારા વિષયના અધ્યાપકોની પણ મુલાકાત લીધી અને ઈન્ટરનલ માર્કસ સુધારવા માટે રજુઆત કરી હતી. પરંતુ આચાર્ય દ્વારા એમને સુચના મળી હોવાથી મારા એસાઈમેન્ટ લીધા ન હતા. 20 માર્કસમાંથી પાસ થવા માટે 7 માર્કસ લાવવાના હોઈ જ્યારે આચાર્યએ મારી પરીક્ષામાં જે માર્કસ આવ્યા એ જ માર્કસના ઈન્ટરનલ મળ્યા હતા. એસાઈમેન્ટના માર્કસ ગણતરીમાં લીધા ન હોવાથી હું ઈન્ટરનલમાં ફેલ થયો હતો.

પરીક્ષાનું યુનિવર્સિટીએ પરિણામ જાહેર કરી દીધુ છે. તેમ છતા તેને ઈન્ટરનલ માર્કસ જાણવા મળ્યા ન હતા. વિદ્યાર્થીનું કહેવુ છે કે તેની સાથે જાતિ ભેદભાવ રાખી તેને ખોટી રીતે હેરાન કરીને તેનું ભવિષ્ય બગાડયું છે. વિદ્યા્થીએ કહ્યું કે મારા જેવા અન્ય વિદ્યાર્થીઓનું પણ ખોટી રીતે ફોર્મ (Form withdrown) કરી ભવિષ્ય બગાડવાનું કામ કરતા વિક્રમ રાજપુત નામના એક્ષ. વિદ્યાર્થી એ આર.ટી.આઈ. થી આચાર્ય પાસે માહિતી પણ માંગી હતી.

ઘણા વિદ્યાર્થીઓના ફોર્મ રદ કરવામાં આવ્યા હતા. જેમાં ઓળખાણ વાળા વિદ્યાર્થીઓના માર્કસ ઉમેરી પરીક્ષામાં બેસવા પણ દેવાયા છે. યુનિ. દ્વારા કમીટી બનાવી તપાસ કરવામાં આવે તો ઘણુ બધુ ખોટું થયું છે એ સામે આવી શકે છે. કોલેજના મારી મેહુલભાઈ ગાવિતની બહેનનું ફોર્મ રદ થયું હોવા છતા તેના માર્કસ વધારી પરીક્ષામાં બેસવા દેવામાં આવી હતી. પરીક્ષા દરમિયાન મેહુલ ગાવિતની બહેન પરીક્ષા આપતી હાલા છતા પરીક્ષાની કામગીરી આચાર્યએ મેહુલ ગાવિત પાસે જ કરાવી હતી. મને યોગ્ય ન્યાય મળે એ માટે મારો લડત ચાલુ રહેશે.

Most Popular

To Top