સૈફ અલી ખાન ધ કપિલ શર્મા પર ગુસ્સે થયો, હાસ્ય કલાકારને કહ્યું- ‘મેં અહીં 10 શો કર્યા છે પણ …’

સૈફ અલી ખાન (Saif ali khan), યામી ગૌતમ (Yaimi gautam) અને જેકલીન ફર્નાન્ડીઝ (Jaquilin Fernandez) થોડા દિવસો પહેલા કપિલ શર્માના શો (The kapil shrma show)માં પહોંચ્યા હતા. તેમણે પોતાની ફિલ્મ ‘ભૂત પોલીસ’ (Bhoot police)નું પ્રમોશન કર્યું હતું. એપિસોડ દરમિયાન, દરેક મજાક કરતા જોવા મળ્યા હતા પરંતુ હવે એક પડદા પાછળનો વીડિયો (video) સામે આવ્યો છે જેમાં સૈફ અલી ખાન પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યો છે. કપિલ શર્માએ આ વીડિયો શેર કર્યો છે જેમાં સૈફ અલી ખાન ગ્રીન રૂમમાં રાહ જોતો જોવા મળી રહ્યો છે.

કપિલ સામે નારાજગી વ્યક્ત કરી

સૈફ અલી ખાન, યામી ગૌતમ અને જેકલીન ફર્નાન્ડીઝ ગ્રીન રૂમમાં છે. ત્યારે જ સૈફે જોયું કે શોમાં પહોંચેલા ઘણા કલાકારોની દીવાલ પર એક તસવીર છે પણ તેમનો ફોટો નથી. જ્યારે કપિલ આવે છે ત્યારે સૈફ તેની ફરિયાદ કરે છે કે સેટ ડિઝાઇનરે તેની તસવીર મૂકી નથી જ્યારે શક્તિ કપૂરની તસવીર ત્યાં છે. જો કે આ વાત એટલી ગંભીર નથી, પણ સ્ટાર ડમ જોતા જ આની ગંભીરતા જણાવ આવે છે, કારણ કે સૈફને આમ પણ બોલીવુડના નવાબ માનવામાં આવે છે.

સૈફની ફરિયાદ

સૈફ કહે છે, ‘મેં તમારી સાથે 10 શો કર્યા છે, પણ મારી પાસે અહીં એક પણ તસવીર નથી, પણ “યે જો સાહબ હૈ” (શક્તિ કપૂરની તસવીર તરફ ઈશારો કરીને), તેનો ફોટો બતાવો છે.’ વીડિયોના અંતે, સૈફ ફરી કહે છે કે, ‘હું આ શોમાં 10 વખત અહીં આવ્યો છું, પરંતુ આજ સુધી મારો ફોટો ગ્રીન રૂમમાં નથી, જેના કારણે મને ખરાબ લાગે છે.’ ત્યારે કપિલ શર્માથી ખુબ જ ઓછા સિતારા નારાજ હોય તેની લિસ્ટમાં હવે બોલીવુડના નવાબ પણ આવી ગયા છે. ત્યારે આ નારાજગીથી ધ કપિલ શર્મા શોના કરતા ધરતા કપિલ શર્મા પર પણ થાય છે કે કેમ તે તો આવનાર સમય જ વટાવશે, પણ જો શોની વાત કરવામાં આવે તો આ પહેલી વખત નથી જયારે કપિલ શર્મા શોથી કોઈએ નારાજગી વ્યક્ત કરી હોય, આગાઉ પણ શક્તિમાન મુકેશ ખન્ના સહિતના સ્ટાર્સ દ્વારા આ શોને વલગરની કેટેગરીમાં મુકવામાં આવ્યો છે.

વિરામ પછી પાછા

તમને જણાવી દઈએ કે પુત્રના જન્મ બાદ કપિલ ફરી શો સાથે પરત ફર્યો છે. અત્યાર સુધી અક્ષય કુમાર, અજય દેવગન, નીતુ કપૂર, કરિશ્મા કપૂર અને અન્ય કલાકારો ‘ધ કપિલ શર્મા શો’માં દેખાયા ચુક્યા છે.

Related Posts