Gujarat

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૨ પહેલાં દુબઈમાં રોડ – શો

દેશના સૌથી વધુ બિઝનેસ ફ્રેન્ડલી રાજ્ય ગુજરાતમાં જાન્યુઆરી ૨૦૨૨માં યોજાનારી વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ સંદર્ભમાં દુબઈમાં આવતીકાલે રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ઉદ્યોગ રાજ્ય મંત્રી જગદીશ પંચાલ અને ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળ આ હેતુસર દુબઇ મુલાકાતે જવા રવાના થશે. ઉદ્યોગ સાહસિકો સાથે વન-ટુ-વન મુલાકાત બેઠક કરવાના છે તેમજ હાલ દુબઈમાં ચાલી રહેલા એક્સપોમાં ઇન્ડિયા પેવેલિયનની મુલાકાત પણ લેવાના છે દેશના સૌથી વધુ બિઝનેસ ફ્રેન્ડલી રાજ્ય ગુજરાતમાં જાન્યુઆરી ૨૦૨૨માં યોજાનારી વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ સંદર્ભમાં દુબઈમાં આવતીકાલે આઠ ડિસેમ્બરે બુધવારે રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ દુબઇ મુલાકાત દરમ્યાન મુખ્યમંત્રી અને પ્રતિનિધિ મંડળ દુબઇમાં ઉદ્યોગ સાહસિકો સાથે વન-ટુ-વન મુલાકાત બેઠક કરવાના છે તેમજ હાલ દુબઈમાં ચાલી રહેલા એક્સપોમાં ઇન્ડિયા પેવેલિયનની મુલાકાત પણ લેવાના છે. દુબઈમાં ટીમ ગુજરાત ઉદ્યોગકારો સાથે વન-ટુ-વન બેઠકો યોજીને ગુજરાતમાં મૂડીરોકાણ કરવા અંગે વાતચીત કરશે. એટલું જ નહિ, ઉદ્યોગકારો સમક્ષ ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે ઉપલબ્ધ રોકાણની તકો વિશે પ્રેઝન્ટેશન પણ કરવામાં આવશે.

દુબઈ રોડ-શોમાં મુખ્યમંત્રીશ્રી સાથે જઇ રહેલા ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળમાં મુખ્યમંત્રીના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી કે. કૈલાસનાથન, એડિશનલ ચીફ સેક્રેટરી (ઉદ્યોગો) ડૉ. રાજીવકુમાર ગુપ્તા, બિઝનેસ અગ્રણીઓ તથા રાજ્ય સરકારના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે.૧૦મી વાયબ્રન્ટ ગુજરાત સમિટ ૧૦ થી ૧૨ જાન્યુઆરી, ૨૦૨૨ દરમિયાન ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાનાર છે. આ ઉપરાંત એ જ ગાળામાં ૯ થી ૧૩ જાન્યુઆરી દરમિયાન વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું પણ આયોજન થયેલું છે.

Most Popular

To Top