Entertainment

અંબાણી પરિવાર સાથે ડાન્સ કરતી વખતે રિહાનાના કપડા ફાટી ગયા, લોકો જોતા રહી ગયા..

જામનગર(Jamnagar) : દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના (MukeshAmbani) નાના પુત્ર અનંત અંબાણીના (AnantAmbani) લગ્ન જુલાઈમાં થવાના છે. ગઈકાલે તા. 1 માર્ચથી જામનગરમાં પ્રી-વેડિંગ ફંકશન (Anantika Prewedding) શરૂ થયા છે.

પુત્રના જીવનની આ પળોને ખાસ બનાવવા માટે મુકેશ અંબાણીએ દેશ-વિદેશની પ્રખ્યાત હસ્તીઓને બોલાવી હતી. પોપ સિંગર રિહાન્નાને પણ બોલાવવામાં આવી હતી. રિહાન્નાએ (Rihanna) અનંત અંબાણીની પ્રી-વેડિંગ સેરેમનીમાં પરફોર્મ કરવા માટે મોટી રકમ પણ લીધી હતી. પહેલાં દિવસે હોલિવુડ પોપ સ્ટાર રિહાનાનું જોરદાર પર્ફોમન્સ થયું હતું પરંતુ તેમ છતાં સ્ટેજ પર એક મોટી ઘટના બની હતી. જે તરફ સૌ કોઈનું ધ્યાન ખેંચાયું હતું.

રિહાન્નાએ આખા અંબાણી પરિવાર સાથે ડાન્સ પણ કર્યો હતો, જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યાં છે. તેણે કોકટેલ પાર્ટીમાં નીતા અંબાણી અને રાધિકા સાથે જોરદાર ડાન્સ પણ કર્યો હતો. જોકે આ દરમિયાન રિહાનાના કપડા ફાટી ગયા હતા, પરંતુ તે રોકાઈ ન હતી અને ડાન્સ કરતી રહી હતી. લોકો તેને જોતા રહી ગયા હતાં.

રિહાન્નાએ રાધિકાને ‘રાડિકી’ કહી
પરફોર્મન્સ દરમિયાન રિહાન્ના તે વ્યક્તિનું નામ પણ યોગ્ય રીતે લઈ શકી ન હતી જેના માટે ફંક્શનમાં હાજરી આપવા માટે તેણીને કરોડો રૂપિયા મળ્યા હતા. અને આ છે મુકેશ અંબાણીની ભાવિ વહુ રાધિકા મર્ચન્ટ. હા, રીહાન્ના પર્ફોર્મન્સ દરમિયાન રાધિકાના નામનો યોગ્ય રીતે ઉચ્ચાર કરી શકતી નહોતી. તેનો વીડિયો પણ સામે આવ્યો છે, જેને જોઈને યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે. જોકે, કેટલાક લોકો રિહાનાની અમેરિકન એક્સેન્ટને આનું કારણ માની રહ્યા છે.

વાસ્તવમાં જ્યારે રિહાના સ્ટેજ પર પરફોર્મ કરી રહી હતી ત્યારે તેણે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને લગ્ન માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમજ અંબાણી પરિવારને ભારત આવવા માટે આમંત્રણ આપવા બદલ આભાર માન્યો હતો. આ દરમિયાન તેણે રાધિકાના નામનો ખોટો ઉચ્ચાર કર્યો હતો. લીધું અને તેને ‘રાડિકી’ કહીને બોલાવી હતી. તેનો વીડિયો પણ સામે આવ્યો છે, જેને એક પાપારાઝીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

રિહાન્નાએ આ વાત કહી અંબાણી પરિવારનો આભાર માન્યો
વીડિયોમાં રિહાના કહી રહી છે, ‘અહીં આવવું મારા માટે સન્માનની વાત છે. હું અંબાણી પરિવારનો આભાર માનું છું. હું ક્યારેય ભારત આવ્યો નથી. અનંત અને રાડિકી મને અહીં લાવ્યા, આભાર. આ વીડિયો પર ફેન્સ તરફથી ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે.

Most Popular

To Top