Gujarat

રેમડેસિવિરની ફાળવણી-વિતરણની નીતિની કોઈ માહિતી રેકોર્ડ પર કેમ નથી

કોરોના મહામારી મામલે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી સુઓમોટો રીટની સુનાવણી હાથ ધરાયા બાદ ગુજરાત હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે મહત્વના આદેશમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શનની ફાળવણી અંગેની નીતિનો કોઈ જ અહેવાલ હાઈકોર્ટમાં રોકર્ડ ઉપર દર્શાવવામાં આવ્યો નથી.

ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે સુનાવણી દરમિયાન રાજ્ય સરકારને બીજી લહેર અંગે સરકાર દ્વારા શું તૈયારીઓ કરવામાં આવી છે ? તેમજ ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાની શું સ્થિતિ છે ? તે જણાવવા કહ્યું હતું. જો અત્યારે ઓક્સિજન, ઇન્જેક્શન, દવાઓ અને હોસ્પિટલોમાં બેડની અછત જોવા મળી રહી છે. તો કોરોનાના ત્રીજા વેવમાં શું પ્લાન તૈયાર કરાયો છે, તેવો પ્રશ્ન કર્યો હતો.

આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં આરટીપીસીઆર ટેસ્ટની વ્યવસ્થા અને માળખાગત સુવિધાઓ જોવા મળતી નથી. ગ્રામ્ય વિસ્તારોમાં ડોક્ટર, દવાઓ અને સુવિધાઓના અભાવે લોકોની મુશ્કેલીઓ વધી રહી છે, જે ચલાવી લેવાશે નહીં. તેથી ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્યલક્ષી સેવાઓ બાબતો અંગે વિશેષ ધ્યાન આપવું જરૂરી છે.

Most Popular

To Top