Gujarat

લગ્ન સમારંભ માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત કરાયું

ગાંધીનગર: રાજ્યમાં વધતા જતા કોરોનાના ( CORONA) કહેરના પગલે સંક્રમણને રોકવા માટે સરકાર દ્વારા કડક નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં રાજ્યમાં હવે લગ્ન સમારંભો માટે Digital gujarat પર ઓનલાઈન રજીસ્ટ્રેશન ( ONLINE ) કરાવવું ફરજિયાત કરાયું છે.રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે લગ્ન સમારંભમાં 50 લોકોની જ છૂટ આપવામાં આવી છે. હવે દરેક લગ્ન સમારંભનું ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે. રજીસ્ટ્રેશન ઓનલાઈન થઈ શકશે. તેના માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. જો કોઈ વ્યક્તિ કોરોના ગાઈડલાઈન ( CORONA GUIDELINE) નું પાલન નહીં કરે તો તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

આ ઉપરાંત અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિત 20 શહેરોમાં રાત્રે 8 થી 6:00 વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. આ નિયમનો ભંગ કરનાર સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.આશિષ ભાટિયાએ વધુમાં લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે રેમડેસિવિર ( REMDESIVIR) અને ટોસિમીઝુબેમ ઇન્જેક્શન કોઈ એમઆરપી કરતા વધુ ભાવ વેચશે, તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ આવું કરતાં માલુમ પડે તો 100 નંબર ઉપર ફોન કરી તેની જાણ કરી શકે છે. પોલીસ તેની વિરૂદ્ધ કાર્યવાહી કરશે.

કોરોનાની મહામારીના સંદર્ભમાં ગુજરાત હાઇકોર્ટમાં થયેલી સુઓમોટો અરજીમાં હાઇકોર્ટના જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટીસ ભાર્ગવ ડી. કારીયાની ડિવિઝન બેન્ચે મહત્વનો આદેશ કરતા કહ્યું હતું કે રેમડેસિવિર ઇન્જેક્શન ખાનગી અને સરકારી હોસ્પિટલમાં સમાન ધોરણે મળવા જોઈએ. તેના માટે તમામ પરિબળોને ધ્યાનમાં રાખી પોલીસી ઘડવામાં આવે તેવી સરકારને તાકીદ કરી છે.
હાઈકોર્ટે કહ્યું હતું કે કોઈ અધિકારીની મનસૂફી ના આધારે રેમડેસિવિર ઇન્જેક્શનનું વિતરણ ન થવું જોઈએ. ઇન્જેક્શનના વિતરણનો મામલો મનપા કમિશનર કે કલેકટર ઉપર નિર્ભર રાખવો જોઈએ નહીં.

મનપા કમિશનર કે કલેક્ટર તેની વહેંચણી કરી શકે, પરંતુ તેની નીતિ રાજ્ય સરકારે તૈયાર કરવી જોઈએ. 108 સેવાના સંદર્ભમાં હાઈકોર્ટે કહ્યું હતું કે ક્રિટીકલ દર્દીઓ માટે 108 પહેલા પહોંચે તે જરૂરી છે, અને તે વ્યવસ્થા ઉભી કરવી જોઈએ. આ ઉપરાંત હાઈકોર્ટે વધુ એક વખત કોરોનાના આંકડા અંગે સરકાર સામે અવિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, એફિડેવિટમાં જે હકીકતો રજૂ કરવામાં આવી છે, તે તેના ઉપર હજુ પણ કેટલાંક પ્રશ્નો ઉભા થાય છે. જેથી આંકડાઓ અંગે લોકોમાં વિશ્વાસ ઉભો થાય તેવો પ્રયાસ કરવો જોઈએ

Most Popular

To Top