Gujarat

પરીક્ષામાં ગેરિરીતી અટકાવવાના કાયદાને રાજયપાલે આપી લીલી ઝંડી

ગાંધીનગર: સરકારમાં ભરતી (Recruitment) કરવા માટે લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીક (Paper leak) કરવા સામે તાજેતરમાં પસાર કરાયેલા વિધેયકને આજે રાજયપાલ આચાર્ય દેવવ્રતે મજૂરી આપી દીધી છે. હવે આ કાયદો ગુજરાતમાં (Gujarat) અમલી બની ગયો છે.

સરકાર દ્વારા લેવામાં આવતી પરીક્ષાનું પેપર લીક કરવુ, પેપર વેચવુ તથા પરીક્ષામાં બેસનાર ઉમેદવાર દ્વારા આ પેપર ખરીદવુ તે બાબત સમગ્ર કાવતરા હેઠળ આવરી લેવાઈ છે. જેમાં હવે ૫થી ૧૦ વર્ષની કેદ તથા તેમાં ૧ કરોડનો દંડની જોગવાઈ કરાઈ છે. આ ઉપરાંત આરોપીઓની મિલકતો પણ ટાંચમા લેવાશે. પેપર લીક કાંડની તપાસ પોલીસ તથા ડીવાયએસપી કક્ષાના અધિકારીએ કરવાની રહેશે.

Most Popular

To Top