Gujarat

મોહનથાળનો પ્રસાદ ફરીથી શરૂ કરવા માટે ગુજરાત કોંગ્રેસે યાત્રાધામ વિકાસ બોર્ડ સમક્ષ રજુઆત કરી

ગાંધીનગર: ઉત્તર ગુજરાતના (Uttar Gujarat) પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર (Ambaji Temple) ખાત વર્ષોથી ચાલતી આવતી પરંપાર મુજબ મોહનથાળનો પ્રસાદ બંધ કરી દઈને તેના સ્થાને હવે ચીક્કીનો પ્રસાદ શરૂ કરી દેવાતા રાજયભરમાં તેનો વિરોધ થઈ રહયો છે. આજે ગુજરાત કોંગ્રેસની (Congress) નેતાગીરીએ ગાંધીનગરમાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ સમક્ષ રજુઆત કરીને ફરીથી મોહનથાળનો પ્રસાદ શરૂ કરવાની માંગણી કરી છે.

વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમીત ચાવડાએ આજે પાર્ટીના ધારાસભ્યો સાથે યાત્રાધામ વિકાસ બોર્ડના એમડી આર આર રાવલને મળીને ફરીથી મોહનથાળનો પ્રસાદ શરૂ કરવા રજુઆત કરી હતી. ચાવડાએ કહ્યું હતું કે , જેમ દેશમાં કેટલાક એરપોર્ટ , રેલ્વે મથકો મળતિયા કંપનીઓને આપી દેવાયા, તેવી જ રીતે ભાજપની સરકારે મળતિઆઓની કંપનીને ફાયદો કરાવવા માટે મોહનથાળનો પ્રસાદ બંધ કરાવ્યો છે. હકીકતમાં આ મોહનથાળનો પ્રસાદ ફરીથી ચાલુ કરવો જોઈએ તેવી અમારી માંગણી છે.

શ્રદ્ધાળુઓની લાગણીને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાશે
વિશ્વ હિન્દુ પરિષદ તથા બનાસકાંઠાના ભાજપના નેતાઓએ કરેલી રજુઆત બાદ આજે બનાસકાંઠા કલેકટર આનંદ પટેલે કહયું હતું કે શ્રદ્ધાળુઓની લાગણીને ધ્યાને રાખીને ટૂંક સમયમાં નિર્ણય લેવાશે. અગાઉ કલેકટરે કહયું હતું કે મોહનથાળનો પ્રસાદ બગડી જાય છે , જયારે ચીક્કીનો પ્રસાદ લાંબો સમય બગડતો નથી, . અલબત્ત, મોહનથાળનો પ્રસાદ બંધ કરી દેવાંતા હવે રાજયભરમાં તેનો વિરોધ થઈ રહયો છે.

Most Popular

To Top