SURAT

સુરતમાં કાપડના વેપારીને વૃદ્ધ માતા-પિતાની સેવાચાકરી માટે નોકર રાખવાનું ભારે પડી ગયું

સુરત: (Surat) વેસુ ખાતે આવેલા કાપડ વેપારીએ (Trader) વૃદ્ધ માતા-પિતાની સેવાચાકરી માટે રાખેલા 4 નોકરોએ (Servant) ઘરના કબાટમાંથી રૂ. 6.50 લાખના દાગીનાની ચોરી (Thief) કરી હોવાની આશંકાએ ફરિયાદ વેસુ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

  • વેસુમાં કાપડ વેપારીએ વૃદ્ધ માતા-પિતાની સેવાચાકરી માટે રાખેલા નોકરે 6.50 લાખની ચોરી કરી
  • ઘરકામ માટે રાખેલા ચાર નોકરે ચોરી કર્યાની આશંકાએ વેસુ પોલીસે તપાસ હાથ ધરી

વેસુ કેનાલ રોડ પર રાજહંસ કોસ્મિકમાં રહેતા 53 વર્ષીય લવેશ ચુનીલાલ અગ્રવાલ સગરામપુરા હનુમાન શેરીમાં ઉત્સવ હાઉસ નામે કાપડનો વેપાર કરે છે. લવેશની સાથે તેનો પુત્ર ઉત્સવ ઉપરાંત પત્ની તથા પુત્રી પણ ધંધામાં જોડાયેલા છે. લવેશના પિતા ચુનીનલાલ 78 વર્ષના છે. અને માતા રાધાબેનની ઉમર પણ 74 વર્ષ છે. તેમના ઘરમાં ચાર નોકર કામ કરે છે. લવેશે માતા-પિતાની સેવાચાકરી માટે નોકર રાખ્યા હતા. ગત 27 ફેબ્રુઆરીએ લવેશના વૃધ્ધ પિતા ચુનીલાલ અને માતા રાધાબેન લગ્નપ્રસંગમાં ગયા હતા.

જયાંથી પરત આવી સોનાના હીરાજડિત દાગીના કાઢીને લાલ કલરના પાઉચમાં મુકી લાકડાના કબાટના ડ્રોઅરમાં મુકયા હતા. ગત 3 માર્ચે રાધાબેને કબાટ ખોલ્યો ત્યારે તેમાંથી સોનાની ચૂડી, હિરાજડિત પેન્ડલ સહિતની ચેઇન મળી કુલ રૂ. 6.50 લાખના દાગીના ગાયબ હતા. જેથી આ દાગીના ઘરમાં વૃધ્ધ માતા-પિતાની સેવાચાકરી અને ઘરકામ માટે રાખેલા ચાર નોકરે ચોરી કર્યાની શંકાએ તેમના દ્વારા ચાર નોકર નરેન્દ્ર યુવરાજ દામોદાર (રહે. બાલાજી મંદિરની બાજુમાં, ભરથાણા), અર્ચના ફૂલચંદ કુત્તપુરે (રહે. કૈલાસનગર, પાંડેસરા), લક્ષ્મી યશવંત વાડુ (રહે. આદર્શ પછાત વર્ગ સોસાયટી, ઘોડદોડ રોડ) અને સુજાતા અનીલ સીરસાઠ (રહે. ધનપાલ એપાર્ટમેન્ટ, ભટાર) એ ચોરી કર્યાની આશંકા સાથે વેસુ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

Most Popular

To Top