Gujarat

રથયાત્રા નીકળશે તો કોરોનાને મોકળુ મેદાન મળશે

અમદાવાદ શહેરમાં પરંપરાગત નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા માટે મંદિર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તેવામાં કોરોનાની પરિસ્થિતિને જોતા રથયાત્રાને હાલના તબક્કે મંજૂરી ન આપવા અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સીંગ હોમ એસોસિયેશન આનાલા દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં કોરોનાની બીજી લહેરની અસર ધીમે ધીમે ઘટી રહી છે. તેવા સંજોગોમાં આગામી સમયમાં નીકળનારી રથયાત્રા સહિતના કોઈપણ ધાર્મિક મેળાવડા કે કાર્યક્રમ ન યોજવા જોઈએ. તેના માટેની રાજ્ય સરકાર દ્વારા કોઈ મંજૂરી ન આપવી જોઈએ.

અમદાવાદમાં રથયાત્રા નિકળશે કે કેમ ? તે અંગે હજુ કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવેલ નથી, પરંતુ જગન્નાથ મંદિર અને ટ્રસ્ટીઓ દ્વારા રથયાત્રાને લઇ તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તેવા સમયે આહનાનું કહેવું છે કે રથયાત્રા કે કોઈ પણ ધાર્મિક મેળાવડાને જો અમદાવાદમાં રથયાત્રા યોજવામાં આવે તો કોરોનાને ફરી મોકળું મેદાન મળી જશે. ભૂતકાળની ઘટનાઓ પરથી લોકોએ અને રાજ્ય સરકારે શીખ લેવી જોઈએ.

Most Popular

To Top