Gujarat

રાજકોટમાં 140 કરોડના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતાં દાદા

ગાંધીનગર : રાજકોટ (Rajkot) મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ (Urban development) સત્તા મંડળના રૂ.140 કરોડના વિકાસ કામોના ઈ-લોકાર્પણ (E-launch) અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં થયું હતું. આ તકે મુખ્યમંત્રીના હસ્તે 690 આવાસોનો ડ્રો કરવામાં આવ્યો હતો.વિડિયો કોન્ફરન્સના (Video Conference) માધ્યમથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસના નવાયુગનો આરંભ થયો છે. લોકોના જીવનને વધુને વધુ સુખદાયક બનાવવાની દિશામાં સરકાર સતત કાર્યરત છે. ગુજરાતમાં સતત બે દાયકાથી વધુ સમયથી આ વિકાસ યાત્રા ચાલી રહી છે. આજે આ વિકાસ યાત્રા રાજકોટ શહેરવાસીઓ માટે વિકાસની વધુ કેટલીક ભેટ લઈને આવી છે.

  • રૂ.140 કરોડના વિકાસ કામોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું
  • મુખ્યમંત્રીના હસ્તે 690 આવાસોનો ડ્રો કરવામાં આવ્યો હતો
  • ગુજરાતમાં સતત બે દાયકાથી વધુ સમયથી આ વિકાસ યાત્રા ચાલી રહી છે

ઉન્નત ભારતની આગવી દિશા કંડારતું અમૃત કાળનું અમૃત બજેટ
પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક પણ અઠવાડિયું એવું નહીં હોય કે ક્યાંય વિકાસ કાર્યનું લોકાર્પણ કે ખાતમુહૂર્ત ન થયું હોય. વિકાસની રાજનીતિથી આવા અનેક લોકહિત કામો દ્વારા પીએમ મોદી ભારતને આત્મનિર્ભર-વિકસીત રાષ્ટ્ર બનાવવા પ્રતિબદ્ધ છે. આત્મનિર્ભર-વિકસીત અને ઉન્નત ભારતની આગવી દિશા કંડારતું અમૃત કાળનું અમૃત બજેટ હમણાં જ તેમણે આપ્યું છે. આ વર્ષનું બજેટ સપ્તર્ષિ એટલે કે વિકાસના સાત મુખ્ય આધાર પર પીએમ મોદીએ આપેલું બજેટ છે. ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ, છેવાડાના વ્યક્તિ સુધી વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રકચર એન્ડ ઇન્વેસ્ટમેન્ટ, યુથ પાવર, ગ્રીન ગ્રોથ, ક્ષમતા ઊજાગર કરવી અને ફાયનાન્સિયલ સેક્ટર એવા સાત મુખ્ય પિલર બજેટમાં ફોકસ કરાયા છે.

રાજકોટ મહાનગરે આ સપ્તર્ષિ બજેટના સર્વગ્રાહી-વિકાસ, છેવાડાના માનવી સુધી વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઇન્વેસ્ટમેન્ટ, ગ્રીન ગ્રોથ એ ચાર બાબતોને આજના વિકાસ કામોના લોકાર્પણ-ખાતમૂહર્તમાં આવરી લીધા છે. આ માટે મહાપાલિકાના સૂત્રધારોને અભિનંદન પાઠવું છું.

Most Popular

To Top