Hardeep Singh Puri અને C. R. Patil રહેશે ઉપસ્થિત,CM અને ડેપ્યુટી સીએમ હાજર રહેશે,સાથે VGRE એક્ઝિબિશન બનશે વિકાસનું કેન્દ્ર
દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક અને આર્થિક વિકાસને નવી દિશા આપવા માટે સુરત સ્થિત Auro University ખાતે 1 અને 2 મે દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ (VGRC) નું ત્રીજું સંસ્કરણ યોજાવાનું છે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરી તથા જલ શક્તિ મંત્રી સી.આર. પાટીલ વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે, સાથે ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી સી એમ હર્ષ સંઘવી હાજર રહેશે,‘વિકસિત ભારત@2047’ ના દ્રષ્ટિકોણ સાથે સંકલિત આ કૉન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ, રોકાણ, નવીનતા અને રોજગારક્ષેત્રને વધુ મજબૂત બનાવવાનો છે.
કૉન્ફરન્સ સાથે સમકક્ષ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન (VGRE) નું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે નવી તકનીક, ઉદ્યોગસાહસિકતા અને રોકાણની નવી તકો માટે મહત્વપૂર્ણ મંચ સાબિત થશે.આ એક્ઝિબિશન 1 થી 5 મે, 2026 દરમિયાન લગભગ 12,000 ચોરસ મીટર વિસ્તારમાં યોજાશે, જેમાં MSME થી લઈને વૈશ્વિક કંપનીઓ સુધીના ભાગીદારો પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરશે. વ્યવસાયિક મુલાકાતીઓ માટે પ્રદર્શન દરરોજ સવારે 10:30 થી સાંજે 6:00 વાગ્યા સુધી ખુલ્લું રહેશે, જ્યારે સામાન્ય જનતા માટે 3 થી 5 મે દરમિયાન પ્રવેશ ઉપલબ્ધ રહેશે. કાર્યક્રમ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, લાઇવ ડેમો અને દૈનિક લકી ડ્રો જેવા આકર્ષણો પણ રાખવામાં આવ્યા છે.
પ્રદર્શનની મુખ્ય ઝલક: • હોલ–1: અગ્રણી ઔદ્યોગિક સંસ્થાઓ સાથે વિશેષ જાપાન કન્ટ્રી પેવેલિયન
- હોલ–2: ટેકનોલોજી પેવેલિયન, ગ્રાસરૂટ એન્ટરપ્રાઇઝ, આદિવાસી હાટ અને 30થી વધુ સ્ટાર્ટઅપ સ્ટોલ
- હોલ–3: સરકાર આધારિત વિકાસ પહેલો અને ઇન્ટરેક્ટિવ પોપ-અપ સ્ટેજ
વિશેષ પહેલો અને કાર્યક્રમો: • ઉદ્યમી મેળો: 21 સરકારી વિભાગો દ્વારા MSME માર્ગદર્શન અને લોન માહિતી - રિવર્સ બાયર–સેલર મીટ: FIEO દ્વારા 45થી વધુ આંતરરાષ્ટ્રીય આયાતકારો સાથે 5,000થી વધુ બિઝનેસ મીટિંગ્સ
- મહિલા સશક્તિકરણ પેવેલિયન: સ્વ-સહાય જૂથોના ઉત્પાદનોને પ્રોત્સાહન
- સ્વદેશી હાટ (ODOP): એક જિલ્લો–એક ઉત્પાદન અંતર્ગત કારીગરોની રજૂઆત
- મેંગો ફેસ્ટિવલ: પ્રદેશની કૃષિ વૈવિધ્યતાને ઉજાગર કરતું વિશેષ આકર્ષણ
- દક્ષિણ ગુજરાતને ઉદ્યોગ, ટેકનોલોજી અને વૈશ્વિક રોકાણના નકશા પર વધુ મજબૂત સ્થાન અપાવવાની દિશામાં VGRC અને VGRE બંને કાર્યક્રમો મહત્વપૂર્ણ સાબિત થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.