રાજકોટ : કોરોના દર્દીએ દવાખાનાના 4થા માળથી લગાવી મોતની છલાંગ

rajkot : કોરોનાથી ( corona) સંક્રમિત દર્દીઓ હોસ્પિટલમાં આપઘાત કરી લેતાં હોવાની ઘટનાઓમાં વધુ એકનો ઉમેરો થયો છે. થોડા દિવસો પહેલા સમરસ કોવિડમાં એક મહિલા દર્દીએ છલાંગ લગાવી મોત મેળવી લીધું હતું. ત્યાં હવે રાજકોટ સિવિલ હોસ્પિટલના કોવિડ બિલ્ડીંગ ( covid building) માં વહેલી સવારે ચોથા માળેથી કુવાડવાના સાયપરના એક કોરોના પોઝિટિવ ( corona positive) દર્દીએ લોબીમાંથી છલાંગ લગાવી દેતાં કમકમાટી ભર્યુ મોત નિપજ્યું છે.

બનાવની જાણ થતાં પ્ર.નગરના એએસઆઇ કનુભાઇ માલવીયા સહિતના સ્ટાફે હોસ્પિટલે પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસ તપાસમાં આપઘાત કરનાર દર્દીનું નામ જાગાભાઇ મોહનભાઇ ભલગામડીયા (કોળી) (ઉ.વ.૫૦) જાણવા મળ્યું હતું. આપઘાત કરનાર જાગાભાઇ ઇલેકટ્રીક કામ કરતાં હતાં. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. આ ત્રણેય સંતાનના લગ્ન થઇ ગયા છે. જાગાભાઇ ત્રણ ભાઇમાં મોટા હતાં. અન્ય બે ભાઇઓના નામ ગિરધરભાઇ અને સંજયભાઇ છે. નાના ભાઇ સંજયભાઇના જણાવ્યા મુજબ હજુ ગત સાંજે જ મેં મોટા ભાઇ જાગાભાઇ સાથે વિડીયો કોલથી વાત કરી હતી. તેમણે પોતાને સારું હોવાનું કહ્યું હતું અને હાથમાં સોય બતાવી હતી. એ પછી તેમણે અચાનક આવું પગલુ શા માટે ભર્યુ તેનાથી અમે પણ અજાણ છીએ.

રાજ્યમાં કોરોના વાયરસના  (Coronavirus) નવા કેસને લઈ રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી કોરોનાના નવા કેસની  સંખ્યા સ્થિર  રહ્યા બાદ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 12820 નવા કેસ નોંધાયા છે. રવિવારે રાજ્યમાં 12978 કેસ નોંધાયા હતા.  રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ ગઈ છે.   નવા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી  વધુ 140 લોકોનાં મૃત્યુ થયા છે.  તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 7648  પર પહોંચી ગયો છે. 

રાજ્યમાં આજે 11999 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 4,52,275  લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 47 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 147499   પર પહોંચ્યો છે. જેમાંથી 747  લોકો વેન્ટિલેટર પર અને 146752 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.76  ટકા છે. 

Related Posts