Entertainment

“પુષ્પા-2માં” જોવા મળશે ડબલ ધમાલ! અલ્લુ અર્જુન સાથે જોવા મળશે સાઉથનો આ કલાકાર

મુંબઈ: પુષ્પા (Pushpa) ફિલ્મમાં (Film) અલ્લુ અર્જુન તેમજ રશ્મિકાની જોડી બોકસ ઓફિસ (Box office) ઉપર ધમાલ મચાવી દીધી હતી. આજે પણ ફિલ્મના ધણાં ડાયલોગ ચર્ચામાં છે. ખાસ કરીને ઝૂકેગા નહિં સાલા.. આ ડાયલોગ લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. આ સાથે આ ફિલ્મના ગીતોએ (Song) લોકોના દિલમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. આ ફિલ્મની જોરદાર સફળતા તેમજ ચાહકોનો પ્રેમ જોઈને જ ફિલ્મના નિર્માતાએ તેનો બીજો ભાગ (Part-2) બનાવવાનું નકકી કરી લીધું હતું.

  • આ ફિલ્મનો બીજો ભાગ વર્ષ 2024માં આવશે
  • 12 ડિસેમ્બર 2022થી ફિલ્મનું શુટિંગ શરૂ થવા જઈ રહ્યું છે
  • પુષ્પા-2માં પણ અલ્લુ અર્જુન સાથે નેશનલ ક્રશ એટલે કે રશ્મિકા મંદાની મેઈન રોલમાં જોવા મળશે

જાણકારી મળી આવી છે કે આ ફિલ્મનો બીજો ભાગ વર્ષ 2024માં આવશે. જો કે 12 ડિસેમ્બર 2022થી ફિલ્મનું શુટિંગ શરૂ થવા જઈ રહ્યું છે. આ વચ્ચે જાણકારી મળી આવી છે કે નિર્માતાએ આ પાર્ટમાં વઘુ ધમાલ મચાવા માગે છે જે કારણસર તેઓ સાઉથના સુપર સ્ટાર તેમજ આરઆરઆરના હીરો એટલે કે રામચરણને પણ પોતાની ફિલ્મનો હિસ્સો બનાવવા માગે છે.

જાણકારી મુજબ ફિલ્મના નિર્દેશક સુકુમાર પુષ્પા-2 બનાવવા માટે કોઈ કસર છોડવા માગતા નથી જેના કારણે તેઓ આ પાર્ટમાં ધણાં કલાકારોની એન્ટ્રી કરવવા જઈ રહ્યાં છે. આ સાથે સાઉથના કલાકાર રામચરણ પણ આ ફિલ્મમાં તેઓ સાથે કામ કરશે. આ સમાચાર સામે આવતાની સાથે જ ચાહકોની ખૂશીનો પાર રહ્યો નથી. જો કે આ સમાચારની પુષ્ટિ ફિલ્મ નિર્દેશક તરફથી કરવામાં આવી નથી.

ફિલ્મમાં અલ્લુ અર્જુન સાથે આ કલાકારની એન્ટ્રી લોકોને પસંદ આવશે કે નહિં તેમજ ધમાલ મચાવશે કે નહિં તેતો જોવું રહ્યું. જણાવી દઈએ કે પુષ્પા-2માં પણ અલ્લુ અર્જુન સાથે નેશનલ ક્રશ એટલે કે રશ્મિકા મંદાની મેઈન રોલમાં જોવા મળશે.

Most Popular

To Top