Gujarat

એક વર્ષના સમય માટે હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ

ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં તા. 1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 સુધીના એક વર્ષ ના સમય માટે હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને પ્રોપર્ટી ટેક્સમાંથી (Property Tax) મુક્તિ આપવામાં આવી છે. 7 જૂને ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણીના (CM Rupani) અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની મહત્વની બેઠકમાં ગુજરાતમાં હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

કોર કમિટીમાં લેવાયેલા આ નિર્ણય અનુસાર કોરોના કાળમાં આવા હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને વીજબીલમાં ફિક્સચાર્જમાંથી મુક્તિ આપી ખરેખર વીજ વપરાશ થયો હોય તેના પર જ વીજ બીલ આકારી ચાર્જ વસૂલ કરવામાં આવશે, જેના પગલે કોરોના સંક્રમણના આ કાળમાં હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને આ નિર્ણયથી મોટી આર્થિક રાહત મળશે.

તબીબી સાધનો તથા ઓક્સિજન પ્લાન્ટના રોકાણ પર પ્રથમ વર્ષમાં 100 ટકા ડેપ્રીશીએશન માફીની રજૂઆત

આગામી સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં માસમાં દેશમાં કોરોના મહામારીની ત્રીજી લહેર આવવાની સંભાવના રહેલી છે. તેવા સંજોગોમાં તબીબી ઉપકરણો અને માળખાગત સુવિધાઓમાં રોકાણ કરવા- પ્રોત્સાહન આપવા માટે 100 ટકા ખર્ચ (ડેપ્રીશીએશન) માફ કરવા વેપારી મહામંડળ દ્વારા કેન્દ્રીય નાણા મંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

ગુજરાત વેપારી મહામંડળ દ્વારા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે કોરોનાની સારવારના ઉપયોગ માટે લેવામાં આવતા તબીબી સાધનો તથા ઓક્સિજન પ્લાન્ટના રોકાણ પર પ્રથમ વર્ષમાં 100 ટકા ડેપ્રીશીએશન માફ કરવામાં આવે. આ ઉપરાંત આવા બબીબી ઉપકરણો અને માળખાગત સુવિધાઓમાં ઉદ્યોગને રોકાણ કરવા સમયસર પ્રોત્સાહન મળી રહે, અને ત્રીજી લહેરની શરૂઆત પહેલા વધારાની માંગને પહોંચી વળવા મદદ મળે તે ઉદ્દેશથી સત્વરે યોગ્ય નિર્ણય લેવા વેપારી મહામંડળ વિનંતી કરી છે.

Most Popular

To Top