Comments

બેન્કોનું ખાનગીકરણ એકદમ યોગ્ય પગલું છે

નાણાં મંત્રીએ એવી જાહેરાત કરી છે કે આવતા વર્ષના બજેટમાં બે જાહેર બેન્કોનું ખાનગીકરણ કરાશે. અત્યાર સુધી સરકારની નીતિ સરકારી કંપનીઓનાં આંશિક શેરોથી બચવાની રહી છે. એ જ રીતે વિનિવેશથી કંપનીઓ પર નિયંત્રણ અને તેના સંચાલનની જવાબદારી સરકારી અધિકારીઓની જ રહે છે. જયારે ખાનગીકરણમાં આ રીતથી વિરુધ્ધ સરકારી એકદમના કન્ટ્રોલિંગ શેર કોઇ ખાનગી ખરીદનારાની તરફેણમાં વેચી દેવામાં આવે છે.

ખાનગી કંપનીના સંચાલન પર ખરીદનારાનો સંપૂર્ણ અધિકાર થઇ જાય છે અને તેમાં સરકારી દખલ સમાપ્ત થઇ જાય છે. આ પગલું એ માટે મહત્ત્વનું છે કે વીત્યા દાયકામાં લગભગ દર વર્ષે સરકારે પોતાના બજેટમાં સરકારી બેન્કોને જીવતી રાખવા માટે, તેના ભ્રષ્ટાચાર અને અણઆવડતથી થતી ખોટને છૂપાવવા માટે  ઉપરાંત એ ખોટને ભરપાઇ કરવા માટે સરકારી બેન્કોની પુંજીમાં સતત રકમ રોકવી પડતી હતી.

આ બેન્કોનું ખાનગીકરણ કરી દેવાથી સરકારે રકમનું રોકાણ કરવાને બદલે સામેથી રકમ મળશે. જેમ ગેરેજમાં પડેલી જૂની કારને ચાલુ રાખવા માટે દર વર્ષે તેમાં રૂપિયા લગાવવા પડે, પણ જો તેને વેચી દેવામાં આવે તો માલિકને રોકડી થઇ જાય છે.

બસ આ જાહેર બેન્કોનું ખાનગીકરણ કાંઇક એવું જ છે. સરકારના આ પગલાની જે પહેલી ટીકા થઇ તે કે જે રકમ મળે તેનો ઉપયોગ સરકારના અત્યારના ખર્ચાઓની ભરપાઇ કરવામાં થશે. આ ટીકા આંશિક રીતે યોગ્ય પણ છે. ગઇ સરકારે વિનિવેશ વડે ૨૦ હજાર કરોડ રૂપિયા મેળવેલા અને આ વર્ષે ૧૭૫ હજાર કરોડ રૂપિયા મેળવવાનું લક્ષ્યાંક છે. એટલે કે ૧૫૫ હજાર કરોડ રૂપિયા વધારે મેળવવાનું લક્ષ્ય છે.

આની સામે ગયા વર્ષે સરકારે ૪૩૯  હજાર કરોડ પૂંજી ખર્ચ કર્યો હતો. ને આગામી વર્ષે તે ખર્ચ ૫૫૪ હજાર કરોડ કરવાનું લક્ષ્ય છે. એટલે કે ૧૧૫ હજાર કરોડ વધારે ખર્ચવાનું નિર્ધાર્યું છે. એટલે એમ કહી શકાય કે ખાનગીકરણથી જે ૧૫૫ હજાર કરોડ મળશે તેનો મુખ્ય હિસ્સો સરકાર વડે પૂંજી ખર્ચમાં જ રોકવામાં આવશે. તેમાંથી ચાલુ ખર્ચ થોડા જ પોષાવાના છે. સારું તો એ થતે કે જો પૂંજી ખર્ચમાં હજુ વધુ રકમ વધારાતે તો યોગ્ય થાત. પણ જે નકકી કરાયું છે તેનું સમ્માન કરવું જોઇએ.

ખાનગીકરણની બીજી ટીકા એમ કહીને કરવામાં આવે છે કે સરકાર કલ્યાણકારી શાસનની તેની જવાબદારીમાંથી પાછી હટી રહી છે. ૧૯૭૧ ના વર્ષમાં જયારે બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરાયેલું ત્યારે વિચાર એવો હતો કે ખાનગી બેન્કો વડે ગામડાં અને પછાત વિસ્તારોમાં સેવાઓ નહીં અપાશે એટલે તેનું રાષ્ટ્રીયકરણ કરી પછાત વિસ્તારોમાં શાખાઓ ખોલવા કહેવાશે. સરકારનો આ હેતુ પૂરો પણ થયો હતો.

આજે સરકારી બેન્કો દૂર દૂરના વિસ્તારોમાં સેવાઓ આપે છે. પણ બીજી સમસ્યા એ ઊભી થઇ ગઇ છે કે સરકારી બેન્કોમાં વ્યાપેલી અકુશળતા અને ભ્રષ્ટાચારને કારણે તેની સતત ખોટ થઇ રહી છે. આવી બેન્કોને જીવતી રાખવા સરકાર દર વર્ષે તેમાં મોટી રકમ નાંખે છે. આવી રકમ નાંખવાના પરિણામે આખર તો સામાન્ય લોકો પર જ જુદો જુદો ટેકસ નાંખી રૂપિયા ઊભા કરવામાં આવે છે. એટલે કહેવાનું એમ થાય કે રાષ્ટ્રીય બેન્કો વડે એક તરફ પછાત વિસ્તારોમાં સેવા ઉપલબ્ધ કરાવાય છે તો બીજી તરફ એ જ પછાત વિસ્તારોમાંથી  વધારે ટેકસ વસૂલીને તેને જીવતી પણ રાખવામાં આવે છે.

મારું માનવું છે કે કુલ મળીને પછાત વિસ્તારોમાં આનાથી લાભ તો થયો, પણ અર્થવ્યવસ્થા પર તેની ઊંડી નકારાત્મક અસર પડી છે. અર્થવ્યવસ્થા નબળી પડવાને કારણે પછાત વિસ્તારો પણ નબળા પડયા છે. હકીકતે એ પછાત વિસ્તારોમાં બેન્કિંગ સેવાઓ ઉપલબ્ધ કરાવવા બેન્કોની રાષ્ટ્રીયકરણ જરૂરી હતું જ નહીં.

રિઝર્વ બેન્ક પાસે પર્યાપ્ત અધિકાર ઉપલબ્ધ છે, જેનો ઉપયોગ કરી ખાનગી બેન્કોને આદેશ આપી શકાયો હોત કે તેઓને સૂચવવામાં આવે એ ખાસ  વિસ્તારોમાં તેમની શાખાઓ શરૂ કરે અને સેવા આપે. ૧૯૭૧ માં સરકારે એ ભૂલ કરેલી કે રિઝર્વ બેન્કની આ નિષ્ફળતાને બરાબર કરવાને બદલે સરકારે બેન્કોનું ખાનગીકરણ કરેલું અને તેમની નોકરશાહી વડે દેશને નબળો કરવાનો નવો રસ્તો ખોલી આપ્યો હતો.

બેન્કોને ખોટ થતી ગઇ અને આપણે પછડાતા ગયા. આપણે કૂવામાંથી નીકળી ખાઇમાં ફસાયા. આજે જરૂરત એ છે કે સરકારી બેન્કોનું ખાનગીકરણ કરવાની સાથે સાથે રિઝર્વ બેન્ક વડે કડકાઇથી પછાત વિસ્તારોમાં સેવાઓ ઉપલબ્ધ કરવાનો આદેશ આપવામાં આવે.

રિઝર્વ બેન્કની એક નિષ્ફળતા છૂપાવવા માટે સરકારે બીજા સંકટમાં પડવું નહીં જોઇએ. સરકારની પગલાની ત્રીજી ટીકા એવી થઇ રહી છે કે ખાનગી માલિકો વડે બેન્કોમાંથી ફાયદો ઉઠાવવામાં આવે છે અને પોતાના ખાસ ગમતાંઓને રકમ આપી દેવામાં આવે છે. આ વાત સાચી પણ છે પણ એનોય એ જ ઉપાય છે કે રિઝર્વ બેન્ક તેની પર નજર રાખે અને જયારે એવી શંકા પડે કે આ રીતે ખોટો આચાર થઇ રહ્યો છે તો તેની પર કડક કાર્યવાહી કરે.

અહીં એ પણ કહેવું જોઇએ કે હકીકતે સરકારી બેન્કો વડે પણ આ પ્રકારે ખોટી લોન આપવામાં આવે જ છે. જેમ કે વિજય માલ્યા જેવાને સરકારી બેન્કોએ લોન આપી પોતાની સમસ્યા ઊભી કરી હતી. ને સરકારી બેન્કો વડે જયારે આ પ્રકારે ખોટું થાય છે તો તે દેખાતું નથી. જયારે ખાનગી બેન્કો ખોટું કરે તો તે તરત બહાર પડી જાય છે.

સરકારી બેન્ક જયારે માલ્યા યા નીરવ મોદીને લોન આપે છે તો તેની પર કાર્યવાહી થાય છે અને જે સરકારી અધિકારીઓએ તેમને ખોટી રીતે લોન આપેલી અને ઘૂસ લીધેલી તેઓ મસ્ત રહે છે. એટલે આ સમસ્યાને ખાનગીકરણ સાથે કોઇ સંબંધ  જ નથી. સરકારી અને ખાનગી બંને બેન્કો ખોટા લોકોને હંમેશા લોન આપતી આવી છે. જેની પર રિઝર્વ બેન્કે જ અંકુશ લગાડવો જોઇએ.

આ સંજોગને જોતાં નાણાં મંત્રીને વધારવા જોઇએ કે તેમણે બે સરકારી બેન્કોના ખાનગીકરણનો નિર્ણય લીધો. જાણકારો કહી રહ્યા છે કે બે નાની સરકારી બેન્કોને આરંભે અધિકૃત કરાશે. હકીકતે નાણાં મંત્રીએ આ દિશામાં ઝડપથી અને સખ્તાઇથી આગળ વધવું જોઇએ અને મોટી બેન્કોનું પણ તત્કાલ ખાનગીકરણ કરવું જોઇએ જેનાથી સરકારને રકમ મળશે. એ રકમનું રોકાણ નવા અને ઉભરતાં ક્ષેત્રો  જેવાં કે જેનેટિકસ, ડાટા પ્રોસેસિંગ અને અંતરિક્ષ વગેરેમાં થઇ શકે અને દર વર્ષે સરકારી બેન્કોના અણઘડ દુરાચારને ઢાંકવા માટે તેમાં રોકાણ કરવાની જરૂર જ ન પડે.

          લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top