Vadodara

નવલી નવરાત્રીમાં ફુલોના ભાવમાં બેફામ વધારો

વડોદરા: નવલી નવરાત્રી ચાલી રહી છે. ત્યારે ફૂલોની માંગમાં પણ વધારો થતા ફુલોના ભાવમાં પણ વધારો જોવા મળ્યો હતો. વરસાદને પગલે ગુલાબનો ભાવ રૂા.350 કિલોએ પહોંચ્યો , ફૂલોની 80 ટકા માગ વધી નોરતામાં ફૂલોની માગ વધી, રોજ પૂનાથી મગાવાતાં 10 ટન ગલગોટાનાં પાદરા , શિનોર , ડભોઈ , સાવલી સહિતના ગામોમાંથી પણ ખંડેરાવ માર્કેટમાં ફૂલો પહોંચે છે. ત્યારે નવલી નવરાત્રીના નવ દિવસ અને દશેરાના દિવસ સુધી ગલગોટાની માંગ મોટા પ્રમાણમાં હોય છે . શહેરમાં ગલગોટાનાં ફૂલ ખાસ પૂનાથી મગાવવામાં આવે છે . જેમાં ગલગોટાનાં પીળાં અને કેસરી આમ બે કલરમાં ફૂલ આવે છે . જેથી બહારનાં રાજ્યોમાંથી ફૂલો મગાવવામાં આવે છે .

તહેવાર ન હોય ત્યારે 1 ટનથી પણ ઓછાં ફૂલ આવતાં હોય છે , પરંતુ નવરાત્રી શરૂ થાય ત્યારે રોજ 10 ટન જેટલાં ફૂલ શહેરમાં પહોંચે છે , જ્યાંથી અલગ – અલગ વેપારીઓ પોતાની જરૂરિયાત મુજબ ખરીદી લેતા હોય છે . પૂના ઉપરાંત વડોદરા નવરાત્રીના તહેવારોમાં પૂજા અને શણગાર કરવા માટે ફૂલોની માગ ખૂબ વધી જતી હોય છે .નવરાત્રિમાં ખાસ કરીને પીળાં અને કેસરી ગલગોટાની માગ ખૂબ વધારે રહેતી હોય છે . જ્યારે નવરાત્રી બાદ દશેરાના દિવસે પણ વાહનો માટે ખાસ ગલગોટાના હારનું વેચાણ વધુ જોવા મળે છે. શહેરમાં ફૂલોનો વેપા૨ કરતા બીજી તરફ ફૂલ માળીઓના જણાવ્યા અનુસાર , વરસાદના કારણે ગુલાબનાં ફૂલ જલદીથી બગડી જતાં હોય છે . જેથી ગુલાબનો ભાવ મા વધારો જોવા મળ્યો હતો.

Most Popular

To Top