Entertainment

યુટ્યુબર અરમાન મલિકની બે પત્નીઓ એકસાથે પ્રેગ્નન્ટ, લોકોએ કહ્યું કે….

નવી દિલ્હી : અત્યાર સુધી આપણે એક માણસની બે કે ત્રણ પત્ની (Wife) એવું સાંભળ્યું છે જો કે તે હવે સામાન્ય થઈ ગયું છે. પરંતુ એક જ માણસની બંને પત્ની એકસાથે પ્રેગનેન્ટ (Pregnant) થઈ હોય એવું સાંભળીને ભલ ભલા ચોંકી જાય. આવો જ એક કિસ્સો યુટ્યુબર (YouTuber) અરમાન મલિક સાથે થયો છે. જણાવી દઈએ કે અરમાન મલિક ફેમસ યુટ્યુબર છે. તેણે બે લગ્ન કર્યા છે. તેમજ તે પોતાની બંને પત્ની તેમજ પ્રથમ પત્નીથી મળેલા છોકરા સાથે એક જ છત નીચે જ રહે છે. આમ તો તે પોતાના વ્લોગ સાથે પોતાના અંગત જીવનના કારણે પણ ચર્ચામાં રહે છે. જો કે આ વખતે એક એવા કિસ્સાના લીધે તે ટ્રોલ થયો છે જેને સાંભળીને તમે પણ ચોંકી જશો. જણાવી દઈએ કે અરમાને સોશિયલ મીડિયા ઉપર એક ફોટો શેર કર્યો છે જેમાં તે પોતાની બંને પત્ની સાથે જોવા મળે છે તેમજ ફોટોમાં તે બંને પત્નીના બેબી બંપ ઉપર કીસ કરતો હોય છે. તેણે કેપ્સનમાં લખ્યું હતું કે મારો પરિવાર.

જણાવી દઈએ કે અરમાનની બંને પત્ની પાયલ મલિક અને કૃતિકા મલિક પણ કન્ટેન્ટ ક્રિએટર્સ છે. તેમજ અરમાનને પત્ની પાયલ સાથે એક પુત્ર પણ છે. અરમાને તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર બંને પત્નીઓની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. બંને પત્ની એક સાથે પ્રેગનેન્ટ થતાં લોકોને સવાલ થયો છે કે બંને પત્ની એકસાથે કેવી રીતે પ્રેગનેન્ટ થઈ શકે છે. જેના કારણે અરમાન સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યો છે. કેટલાક લોકો અરમાનને અભિનંદન આપી રહ્યા છે, જ્યારે બંને પત્નીઓ પ્રેગ્નન્ટ હોવા પર ઘણા લોકો તેને જોરદાર ટ્રોલ પણ કરી રહ્યા છે. ઘણા લોકો ચોંકી ગયા છે કે અરમાનની બંને પત્નીઓ એકસાથે ગર્ભવતી કેવી રીતે થઈ શકે છે. લોકો અરમાનની મજાક ઉડાવી રહ્યા છે. એક યુઝરે આશ્ચર્ય સાથે પૂછ્યું – શું બંને એક જ સમયે પ્રેગ્નન્ટ થયા છે? અન્ય એક યુઝરે લખ્યું- હું આશ્ચર્યચકિત છું… બંને એકસાથે ગર્ભવતી કેવી રીતે હોઈ શકે.

Most Popular

To Top