Dakshin Gujarat

નવસારી: ચોરો ચોરી કરવા ઘરમાં તો પ્રવેશ્યા પરંતુ કંઈ ન મળતા વિલા મોઢે પરત ફર્યા, ખુલાસો આ રીતે થયો

નવસારી : ખરસાડ (Kharsad) ગામે ગામના યુવાને જ અન્ય બે સાથે મળી 4 ઘરોમાં ચોરીનો (Stealing) પ્રયાસ કરતા મામલો જલાલપોર પોલીસ મથકે (Police Station) નોંધાયો હતો. મળતી માહિતી મુજબ, મૂળ જલાલપોર તાલુકાના ખરસાડ ગામે હરી ફળીયામાં અને હાલ ગણદેવી રોડ પર પ્રતીક્ષા સોસાયટીમાં રહેતા અર્જુનભાઈ પ્રદીપભાઈ પટેલ તેમના પરિવાર સાથે રહે છે. અર્જુનભાઈ ગણદેવી રોડ પર પ્રતીક્ષા સોસાયટીમાં આવેલા ઘરમાં રહે છે. જેથી ખરસાડ ગામના ઘરમાં કોઈ રહેતું ન હતું. ‘

  • જોકે ઘરમાં કંઈ નહીં મળતા તસ્કરો વિલા મોઢે પરત ફર્યા
  • ઘરે લગાવેલા સીસીટીવી કેમેરાની ચકાસણી કરાતા તસ્કરો ઘરમાં ઘુસ્યા હોવાનું જણાયું

ગત 1લીએ મોડી રાત્રે અર્જુનભાઈના ખરસાડ ગામે આવેલા ઘરમાં કોઈ અજાણ્યા ઇસમોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો. જોકે ઘરમાં કંઈ મળ્યું નહીં હોવાથી ચોર વિલા મોઢે પરત ફર્યા હતા. ગામમાં રહેતા દીપકભાઈ પટેલ અર્જુનભાઈના ઘરે સુવા ગયા ત્યારે કમ્પાઉન્ડના પાછળનો દરવાજો ખુલ્લો હતો અને કમ્પાઉન્ડમાં કાદવ-કીચડવાળા પગલા પડ્યા હતા. જેથી દીપકભાઈએ અર્જુનભાઈને ફોન કરી કોઈકે ચોરી કરવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું હતું.

અર્જુનભાઈએ તેમના ઘરે લગાવેલા સીસીટીવી કેમેરાની ચકાસણી કરી હતી. જેમાં ત્રણ ઈસમો ચોરી કરવા માટે ઘરમાં ઘુસ્યા હોવાનું જણાયું હતું. સાથે જ પાડોશમાં રહેતા શશીકાંતભાઈ ડાહ્યાભાઈ પટેલ, મગનભાઈ ફકીરભાઈ રાઠોડ અને સુરેશભાઈ ગોવિંદભાઈ પટેલના ઘરે પણ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. ચોરી કરવા આવેલા ત્રણ ઈસમો પૈકી એક ઇસમ ખરસાડ ગામનો નિમેશ હોવાનું અર્જુનભાઈને જાણવા મળતા અર્જુનભાઈએ જલાલપોર પોલીસ મથકે નિમેશ અને અન્ય બે ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. રાહુલ ગોહિલે હાથ ધરી છે.

સીલુડી ગામમાં પિકઅપ વાન લઈ પાઈપની ચોરી કરવા આવેલો તસ્કર ઝડપાયો, પાંચ ફરાર
ભરૂચ : વાલિયાના સીલુડી ગામની સીમમાંથી પીકઅપ ગાડી લઈને ચોરી કરવા આવેલા તસ્કરો પૈકી એકને ખેડૂતોએ ઝડપી પાડી પોલીસને સોંપી દીધો હતો. અન્ય પાંચ ઈસમો રફુચક્કર થઇ ગયા હતા. મૂળ સુરતના વરાછાના અને હાલ વાલિયા તાલુકાના સીલુંડી ગામની સીમમાં ગ્રીન હાઉસ ખાતે રહેતા મગન જાધવ ધામેલીયા પોતાના સંબંધી સાથે ગ્રીન હાઉસ બનાવે છે. જેઓએ જે સ્થળે મટીરીયલ મુક્યું છે જે ગ્રીન હાઉસમાં તસ્કરોએ પ્રવેશ કર્યો હતો અને ગેલ્વેનાઇઝની પાઈપોની રૂ.૨ લાખના મુદ્દામાલની ચોરી કરી પાંચ ઈસમો ફરાર થઇ રહ્યા હતા. તે દરમિયાન રખેવાળે પાંચ પૈકી એક તસ્કરને પકડી પાડ્યો હતો અને તેને વાલિયા પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે ઝડપાયેલા ઇસમની પુછપરછ કરતા તે નવાગામ કરાવેલ ગામનો ઈરફાનખાન ચાંદખાખાન હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે તેની પાસેથી રૂ.૨ લાખના પાઈપ અને રૂ.૫ લાખની પીકઅપ મળી કુલ રૂ.૭ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top