Vadodara

શહેરાના ઢાકલીયામાં ચાલતા કતલખાના પર પોલીસની રેડ

ગોધરા: શહેરા નગરના ઢાકલીયા તરફ જતા રસ્તા પરથી પોલીસે કતલખાના પર રેડ કરતા એક ઓરડા માં પાણી અને ઘાસચારા વગર બાંધી રાખેલા 12 જેટલા ગાય સહિતના પશુઓને બચાવી લઈને પાંજરાપોળ ખાતે મોકલી દેવામાં આવવા સાથે બીજા ઓરડા માંથી 529 કિલો ગૌમાંસ નો જથ્થો મળી આવ્યો હતો. પશુઓ ના ચામડા અને અંગો પણ સ્થળ પરથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.પોલીસે ગાય , વાછરડા સહિતના 12 પશુઓ અને 529 કિલો ગૌમાંસનો જથ્થો મળીને અંદાજિત રૂપિયા બે લાખનો મુદ્દામાલ જપ્ત કરીને સ્થળ પરથી પકડી પાડેલ એક કસાઈની પૂછપરછ હાથ ધરવામાં આવેતો અનેક નામો ખુલી શકે તેવી શક્યતા જોવાઇ રહી છે.

શહેરા નગરના ઢાકલીયા ગામ તરફ જવાના માર્ગ પર આવેલ બે ઓરડા માં ઈદરીશ રસીદ બેલીમ ગાય ,દુધાળા ઢોરો અને નાના વાછરડા કતલ કરીને ગૌમાંસનો ગેરકાયદેસર વેપલો કરતા હોવાની માહિતી પોલીસ ને મળી હતી પોલીસ ને મળેલી માહિતી ના આધારે પોલીસ સ્ટાફ તેમજ જી.આર.ડી અને હોમગાર્ડ ના જવાનો એ સમગ્ર વિસ્તારને ઘેરી લઈ રેઈડ કરતા અફરાતફરી નો માહોલ અને નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ દ્વારા બે ઓરડાની સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા ત્યાં જોવા મળતા દ્રશ્યો ને જોતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

સ્થળ પરથી કતલ કરવાના ઇરાદે ગાય, વાછરડા સહિતના 12 જેટલા જીવતા પશુઓ મળી આવવા સાથે પશુઓના હત્યા કરાયેલા ચામડા અને ગૌમાંસ નો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે 529 કિલો ગૌમાંસનો જથ્થો કબજે લઈ તેના પૃથ્થકરણ માટે સ્થળ પર પશુ ચિકિત્સક ને બોલાવવામાં આવ્યા હતા.અને તેઓ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા હતા.ત્યારબાદ નગરપાલિકાના સફાઈ કર્મીઓ દ્વારા તમામ જથ્થાનો જમીનમાં દાટી દઈ નાશ કરવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખીય છે કે ગેરકાયદેસર ગૌમાંસ નો આટલો મોટો જથ્થો દોઢ મહિનામાં બીજી વખત પોલીસ દ્વારા પકડવામાં આવ્યો હોય ત્યારે હજુ પણ અનેક જગ્યાએ છુપી રીતે આવા કતલખાના ચાલતા હશે તો નવાઈ નહી,પોલીસે કતલખાના પરથી કસાઈ ઇદરીશ રસીદ બેલીમ રહે ચોકીયા ફળિયા શહેરા ની ધરપકડ કરવામાં આવવા સાથે પકડાયેલ કસાઈની પૂછપરછ માં બીજા અન્ય ઇસમોના નામો ખુલી શકે તેવી શક્યતા રહેલી છે.પોલીસ એ કતલખાના પરથી ગાય, વાછરડા સહિત 12 પશુઓ તેમજ 529 કિલો ગૌમાંસનો જથ્થો મળીને અંદાજીત રૂપિયા બે લાખનો મુદ્દામાલ સાથે એક કસાઈની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.પોલીસ દ્વારા પકડી પાડેલા આરોપીના રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ સાથે તપાસ કરવામાં આવેતો અન્ય નામો ખુલી શકે તેવી શક્યતા રહેલી છે.

Most Popular

To Top