SURAT

કામરેજના ડુંગરા ગામે 1000 નિલગીરીના ઝાડ રાતોરાત કાપી નંખાયા: પોલીસ ફરિયાદ નોંધાય

સુરત: કામરેજના ડુંગરા ગામે એક વિચિત્ર ઘટના બની હતી. ખેડૂતના (Farmer) ઉભા પાક નિલગીરીના 1000 જેટલા વૃક્ષોને (Tress) અજાણ્યા ઈસમોએ કાપી નાખ્યા હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં (Police Station) નોંધાતા પોલીસ પણ આશ્ચર્યમાં પડી ગઈ છે. એટલું જ નહીં પણ પણ ટીખણખોરો એ બાજુના કારેલાના ખેતરમાં પણ મોટું નુકસાન કર્યું હોવાનું સામે આવ્યું છે. અજીબો ગરીબ ઘટનમાં બંને ખેડૂતોને 1.80 લાખ નું નુકશાન થયું હોવાનું હાલ જાણવા મળ્યું છે.

ખેડૂતોએ જણાવ્યું હતું કે ગામના જ ત્રણ લોકો વિરુદ્ધ આશંકા દેખાય રહી છે. થોડા સમય પહેલા ગ્રામજનો ની ફરિયાદને લઈ દારૂની ભઠ્ઠી બાબતે કામરેજ પોલીસ ને ફરિયાદ કરતા કાર્યવાહી કરાઈ હતી. પોલીસ ફરિયાદની અદાવતમાં નુકશાન કરાયું હોવાની આશંકા લાગી રહી છે. ગામમાં બની રહેલું ક્રિકેટ ગ્રાઉન્ડની કમિટી નો પાણી વિવાદ ચાલી રહ્યો છે. કમિટીમાં નહીં લેવાયેલા વ્યક્તિઓ પણ આવું કરી શકે છે. જોકે હાલ પોલીસ પૂછપરછ ચાલી રહી છે.

Most Popular

To Top