SURAT

સુરત: મુસાફરોનો સ્વાંગ રચી રિક્ષામાં મોબાઈલ ચોરી કરતી 3 ગેેંગના 6 ઝડપાયા

સુરત : કતારગામ પોલીસે (Police) રીક્ષામાં (Auto) મુસાફરનો સ્વાંગ રચી મોબાઈલ ચોરી (stealing) કરતી ગેંગને ઝડપી પાડી અનેક ગુના ઉકેલી કાઢ્યા છે. ઝડપાયેલા 3 ગેંગના 6 સાગરીતો પાસેથી પોલીસે 60 મોબાઈલ સહિત 8.80 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.

કતારગામ પોલીસે જણાવ્યું હતું કે, પેસેન્જરને ઓટો રીક્ષામા પાછળની સીટ ઉપર બેસાડી તેની નજર ચુકવી મોબાઇલ ચોરી કરનાર ઇસમો ઓટો રીક્ષા સાથે કતારગામ જનતાનગર પાળા પાસેથી પસાર થઇ રહ્યા હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. એટલું જ નહીં પણ ઝડપાયેલા બન્નેની પૂછપરછમાં મોબાઈલ ચોરીના અનેક ગુનાઓ સામે આવ્યા હતા. પોલીસે ઓટો રીક્ષા અને બન્ને ની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી હતી.

પકડાયેલ આરોપીના નામ સરનામુ:-
(૧) સુફીયાન ઉર્ફે બાપુ ઉસ્માન સૈયદ ઉ.વ.૨૦ ધંધો. રી.ડ્રા રહે-મકાનનં ૫ બિલ્ડીંગન ૧૩ SMC આવાસ સાંઇવિલાની સામે જહાંગીરપુરા સુરત

(૨) યુસુફ ઉર્ફે પલવા ઐયુબ શેખ ઉ.વ. ૨૪ ધંધો- રી.ડ્રા. રહે- સી/૧૦૬/૦૨ ભેસ્તાન આવાસ

પીનાકીન પરમાર (DCP) એ જણાવ્યું હતું કે, ટ્રાફિક ડ્રાઈવ વચ્ચે સતત પેટ્રોલિંગ કામગીરી ચાલી રહી છે. જેને આધારે એક અઠવાડિયા માં 3 ગેગ ઝડપી પાડવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓ પાસેથી પોલીસે 3.58લાખથી વધુની કિંમતના 60 મોબાઈલ અને 4 ઓટો રીક્ષા જેની કિંમત 5.30 લાખ મળી 8.88 લાખનો મુદ્દામાલ કબજે લીધી છે. પોલીસે ત્રણેય ગેગ ને અલગ અલગ જગ્યા પરથી પકડી છે. ઝડપાયેલા આરોપીઓ રીઢા ગુનેગાર અને જેલવાસ ભોગવી ચુક્યા છે.

વધુમાં જણાવ્યું હતું કે, પહેલી ગેગ ડભોલી માંથી ઝડપાઇ હતી. જેમાં 4 આરોપીઓ પાસેથી 19 મોબાઈલ કબજે લેવાયા છે. જેમાં એક આરોપી લૂંટ ચોરીના ગુના માં અને 2 જો ફેઝીલ સામે પાસા ભોગવી ચુક્યો છે. બીજી ગેગ કતારગામમાંથી ઝડપાઇ હતી. જેમાં 4 આરોપીઓ પાસેથી 17 મોબાઇલ પકડાયા છે. એક ખરીદનાર છે. ત્રીજી ગેંગ ના 2 આરોપીઓ પાસેથી 24 મોબાઈલ કબજે લેવાયા છે. યુસુફ શેખ સામે 10 અને સૂફીયાન સામે 11 ગુના નોંધાયા છે.

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે ત્રણેય ગેંગની મોડ્સ ઓપરેન્ડી રિક્ષામાં મુસાફર ને પાછળ બેસાડી નજર ચૂકવી મોબાઈલ તફડાવવામાં માહિર હતા. પોલીસે 60 મોબાઇલ કબજે લીધા છે. IMEI સર્ચ કરી તમામ મોબાઇલ માલિકોને બોલાવવામાં આવશે અને કાયદેસર ની કરી મોબાઈલ પરત આપવામાં આવશે.

Most Popular

To Top