SURAT

સુરત: કાપોદ્રાના અત્યાચારી આ ત્રણ કોન્સ્ટેબલો સામે ગુનો દાખલ કરવા પો.કમિ.નો આદેશ

સુરત: (Surat) સુરત શહેરમાં હાલમાં પોલીસને કોઇ રોકનાર કે ટોકનાર નથી. ગઇ તા. 16 જુલાઇના રોજ નરદિંપસિંહ નામનો યુવાન સીમાડા ખાતે આવેલી તેની દુકાન બંધ કરતો હતો. તે દરમિયાન કેટલાક પોલીસવાલા દ્વારા એક ગરીબને ફટકારવામાં આવી રહ્યો હતો. તેણે આ મામલે પોલીસને (Police) રોકતા આ યુવાનને પોલીસે થર્ડ ડિગ્રી આપીને ફટકાર્યો હતો અને લોહીલૂહાણ કર્યો હતો. પો. કમિ. (Police Commissioner) અજય તોમરે આ તમામ પોલીસ આરોપીઓ સામે ગુનો દાખલ (FIR) કરવા માટે આદેશ આપ્યો છે.

  • પહેલા યુવાનના મોઢામાં દંડા ધાલી દીધો, ત્યાર બાદ તેના બે પગ પર પોલીસ કર્મચારીઓ ઉભા રહી ગયા
  • કાપોદ્રા પોલીસ ચોકી પર દોડી ગયેલા યુવકના પિતાને પોલીસ કર્મચારીઓએ ગાળો આપી
  • ગરીબને કામ મારો છો’ કહેતા યુવકને પકડી પોલીસ કર્મચારીઓએ થર્ડ ડિગ્રી આપી

આ મામલે જે વિગત જાણવા મળી છે તેમાં શેલુભા તેગુભાઇ ગોહિલે (ઉ. વર્ષ 60) દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદી શેલુભા નાના વરાછા જલારામ સોસાયટીમાં રહે છે. તેઓએ જણાવ્યું કે તેમનો દિકરો નરદિપસિંહ સીમાડા ખાતે આવેલી અંજની સ્ટીલમાંથી તેમની દુકાન બંધ કરીને નીકળતો હતો. તે દરમિયાન પાંચથી સાત પોલીસવાળાઓ કોઇ ગરીબને ફટકારતા હતા. આવું નહીં કહેવા જણાવતા નરદીપસિંહને પાંચથી સાત પોલીસવાળાઓએ ઘેરીને તેના મોંઢામાં દંડો ઘાલી દીધો હતો.

આ ઉપરાંત બે પગ પર પોલીસવાળાઓ ઉભા રહીને તેને થર્ડ ડિગ્રી આપી હતી. આ ઉપરાંત નરદિપસિંહનો ફોન પણ પડાવી લીધો હતો. દરમિયાન શેલુભાને ખબર પડતા તેઓ કાપોદ્રા પોલીસ ચોકીએ ગયા તો પીએસઆઇ અને કોન્સ્ટેબલોએ તેમને પણ ગાળો આપી હતી. આ મામલે પો. કમિ અજય તોમરને ફરિયાદ કરવામાં આવતા (1) દિલીપ ડી રાઠોડ (એએસઆઈ) (2) સંજય વણજારિયા (કોન્સ્ટેબલ) (3) જય (4) હરદિપસિંહ સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે. દરમિયાન આ મામલે હાલમાં એનસી દાખલ કરવામાં આવી છે.

Most Popular

To Top