Gujarat

પીએમ મોદીએ ધોરાજીવાસીઓને કહ્યું  2017માં ધોરાજી ચૂકી ગયા’તા, શું ફાયદો થયો?

રાજકોટ: વડાપ્રધાન મોદી સોમનાથમાં મહાદેવના દર્શન કર્યા બાદ મોટી સંખ્યામાં જનસભાને સંબોધી ધોરાજી ખાતે આવી પહોંચ્યા છે. પીએમ મોદીએ ધોરાજીવાસીઓને સંબાધી રહ્યા છે. પીએમ મોદીએ મહાસભાને સંબોધતા કહ્યું કે ધોરાજીમાં ભાજપની સરકાર ભારે બહુમતિથી બનવાની છે. તેમણે કહ્યું કચ્છ-કાઠિયાવાડના લોકો મારા ટીચર છે, મને ટ્રેનિંગ આપી છે. 2017માં ધોરાજી ચૂકી ગયા શું ફાયદો થયો? શું મળ્યું?

પીએમ મોદી ધોરાજીમાં જનસભાને સંબોધતા કહ્યું કે કોરોના સમયે આપણા દેશમાં વેન્ટિલેટર નહોતા બનતા ત્યારે આપણે કોરોનાના કાળમાં વેન્ટિલેટર ઉપલ્બધ કરાવ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે આપણે નક્કી કર્યું છે કે, અન્નદાતા ઊર્જાદાતા બને, ખેતરના શેઢે સોલાર પેનલ બેસાડે. પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસને હેન્ડપંપ લગાવવામાં રસ હતો. જ્યારે અમે ઘર ઘર સુધી પાણીની સુવિધા ઉપલ્બધ કરાવી છે. તેમણે કહ્યું પાણી અને વીજળી હોય તો જ વિકાસ થાય. તેમણે કહ્યું કે આપણે જિલ્લે -જિલ્લે 75 75 તળાવ બનાવવાનું કામ કર્યું થે. પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસવાળાને પૂછજો તમે શું આપ્યું, નર્મદાના પાણી માટે કોર્ટ, કચેરીમાં ઢસડી ગયા.

વધુમાં પીએમ મોદીએ કહ્યું કે ખેતરનું પાણી ખેતરમાં સીમનું પાણી સીમમાં અને ગામનું પાણી ગામમાં રહે તેવું અભિયાન ચલાવવામાં આવ્યું છે. જેનાથી પાણીની તળ ઉપર આવ્યા અને ટીપેટીપું પાણી બચાવવાનું કામ કર્યું છે. પીએમ મોદી પાણી માટે રાજકોટમાં એક સમયે ટ્રેન આવતી હતી. એક સમય એવો પણ હતો જ્યારે પાણી માટે પોલીસ પણ મૂકવી પડતી હતી. તેમણે કહ્યું કે ગુજરાતનો એટલો વિકાસ થયો છે કે કોઈ એક ટોપિક પર વાત કરવી હોય તો સપ્તાહ બેસાડવી પડે છે. વિકાસના કામોને ગણાવતા પીએમ મોદીએ કહ્યું કે ચેકડેમ જેવા અભિયાન પણ ગુજરાતના છેવાડાના ગામો સુધી શરૂ કરવામાં આવ્યા છે.

આ પહેલા પીએમ મોદી સોમનાથ ટેમ્પલમાં મહાદેવના દર્શન કર્યા હતા. ત્યાં તેમણે મોટી સંખ્યામાં જનસભાને સંબોધી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે આ વર્ષે ગુજરાતીઓએ રેકોર્ડ બ્રેક વોટિંગ કરવાનું છે. તેમણે સોમનાથમાં થયેલા વિકાસના કામોને પણ ગણાવ્યા હતા. આ સાથે જ પીએમ મોદીએ કોંગ્રેસ પાર્ટી પર પ્રહાર કર્યા હતા.

Most Popular

To Top