Entertainment

કોણ છે ઉર્વશી રૌતેલાનો ‘RP’? અભિનેત્રીએ દુનિયા સમક્ષ જાહેર કર્યો પોતાના આરપીને

મુંબઈ: બોલિવૂડ (Bollywood) એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાનું નામ ક્રિકેટર (Crickter) ઋષભ પંત સાથે કોઈને કોઈ કારણસર જોડાઈ જાય છે. જ્યારે પણ ઉર્વશી રૌતેલા કોઈ પોસ્ટ શેર કરે છે અથવા ઈન્ટરવ્યુમાં કોઈ વિશે કંઈક કહે છે, ત્યારે ચાહકો તેને રિષભ પંત સાથે જોડીને વાત કરવાનું શરૂ કરે છે. પરંતુ ઉર્વશી રૌતેલાના જીવનનો RP ઋષભ પંત નહીં, પરંતુ કોઈ અન્ય છે જે તેણે હવે દુનિયા સમક્ષ જાહેર કર્યું છે.

જ્યારે પણ ઉર્વશી રૌતેલા તેની પોસ્ટ અથવા ઇન્ટરવ્યુમાં આરપીનો ઉલ્લેખ કરે છે, ત્યારે દરેકને લાગે છે કે તે ક્રિકેટર ઋષભ પંત વિશે વાત કરી રહી છે. પરંતુ તે એવું નથી. ઉર્વશી રૌતેલાનો આરપી ઋષભ પંત નથી, પરંતુ દક્ષિણનો અભિનેતા છે. ઉર્વશીએ હવે તેના એક ઇન્ટરવ્યુમાં ચાહકોની આ મૂંઝવણ દૂર કરી છે. ઈન્ટરવ્યુમાં ઉર્વશીને પૂછવામાં આવ્યું – તમે ગુગલી મૂકી છે. અમે આરપીને ઋષભ પંત માનતા હતા, પરંતુ આરપી કોઈ બીજો જ નીકળ્યો. તમે આ વિશે શું કહેવા માંગો છો? જેના પર ઉર્વશીએ જવાબ આપ્યો- આરપી મારા કો-એક્ટર છે, જેની સાથે હું કામ કરી રહી છું.

ઉર્વશીને પૂછવામાં આવ્યું કે આરપી કોણ છે? જેના પર અભિનેત્રીએ જવાબ આપ્યો- હું ફક્ત મારા મિત્રો અને ફિલ્મના સહકર્મીઓ વિશે વાત કરીશ. તેણે જણાવ્યું કે પંત મારો આરપી નથી. તેઓ મારા કો-સ્ટાર છે. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે એક પોસ્ટ કે જે ઉર્વશી દ્નારા શેર કરવામાં આવી હતી તે પોસ્ટ પર યુઝરે લખ્યું- ઋષભ પંત કોઈને કોઈ ખૂણે હસતો હશે. અન્ય એક યુઝરે લખ્યું – ઋષભ પંત વિચારી રહ્યો હશે – મને માફ કરો, હું હવે સહન કરી શકતો નથી.

સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે ઉર્વશી રૌતેલાનો આરપી ઋષભ પંત નથી, પરંતુ તેનો એક કો-એક્ટર છે. ઉર્વશી રૌતેલા જે વ્યક્તિની વાત કરી રહી છે તે તેલુગુ એક્ટર રામ પોથિનેની છે. તે ઘણી સુપરહિટ ફિલ્મોમાં જોવા મળી છે. રામે પોતાના કરિયરની શરૂઆત દેવદાસુ ફિલ્મથી કરી હતી. તેણે ઘણી શાનદાર ફિલ્મો કરી છે. એવા અહેવાલો છે કે રામ પોથિનેનીની આગામી ફિલ્મમાં ઉર્વશી રૌતેલા ખાસ ભૂમિકામાં છે. બંનેના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

Most Popular

To Top