National

અટલ બિહારીની 98મી જન્મજયંતિ તેઓને શ્રદ્ધાંજલિ આપવા સદૈવ અટલ પહોંચ્યાં પીએમ મોદી

નવી દિલ્હી: ભારતના (India) પૂર્વ પીએમ (PM) અટલ બિહારીની 25 ડિસેમ્બરના રોજ જયંતીના મોકા ઉપર દેશના હાલના પીએમ નરેન્દ્ર મોદી રવિવારે સવારે તેઓની સમાધિના સ્થળે સદૈવ અટલ પહોંચ્યા હતાં. મળતી માહિતી મુજબ અહીં પીએમ ભાજપની (BJP) નીવ મૂકવાવાળા અટલ બિહારીજીને શ્રદ્ધાજંલિ પાઠવી હતી. આ સમયે તેઓ સાથે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ તેમજ રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ તેઓ સાથે હાજર હતાં. અટલ બિહારીજીની જયંતિના દિવસે દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મને તેઓને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પછી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડેએ તેઓની સમાધિ પર ફૂલ ચઢાવ્યાં હતાં. ત્યાર પછી એક પછી એક લોકોએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

  • પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારીની આજે 98મી જન્મજયંતિ છે
  • તેઓ ભારતીય જનતા પાર્ટીના સ્થાપકોમાંના એક હતા અને ત્રણ વખત દેશના વડાપ્રધાન બન્યા હતા
  • દેશના હાલના પીએમ નરેન્દ્ર મોદી રવિવારે સવારે તેઓની સમાધિના સ્થળે સદૈવ અટલ પહોંચ્યા હતાં
  • ભારત માટે અટલ બિહારીજીનું યોગદાન ખૂબ વધારે છે.

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારીની આજે 98મી જન્મજયંતિ છે. આ મોકા ઉપર સમગ્ર દેશ તેઓને યાદ કરી રહ્યાં છે. તેમજ તેઓને શ્રદ્ધાંજલિ અર્પત કરી રહ્યાં છે. જણાવી દઈએ કે ભારત માટે તેઓનો યોગદાન ખૂબ વધારે છે. તેઓનું નેતૃત્વ અને દ્રષ્ટિકોણ લાખો લોકોને પ્રેરણા આપે છે.

અટલ બિહારીજીની વાત કરીએ તો 25 ડિસેમ્બર 1924નાં દિવસે તેઓનો જન્મ થયો હતો. તેઓ ભારતીય જનતા પાર્ટીના સ્થાપકોમાંના એક હતા અને ત્રણ વખત દેશના વડાપ્રધાન બન્યા હતા. 1996માં તેમનો પ્રથમ કાર્યકાળ માત્ર 13 દિવસનો હતો. ત્યારબાદ 1998માં તેઓ ફરી વડાપ્રધાન બન્યા અને 13 મહિના સુધી આ પદ સંભાળ્યું હતું. વર્ષ 1999માં તેઓ ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા હતાં. વડાપ્રધાન તરીકેનો કાર્યકાળ પૂર્ણ કરનાર તેઓ પ્રથમ બિન-કોંગ્રેસી નેતા હતા.

Most Popular

To Top