National

હરિયાણામાં શિક્ષા વિભાગ વિદ્યાર્થીઓને ઉઠાડવા માટે લાઉડસ્પીકર વગાડશે

નવી દિલ્હી: આગામી કેટલાક મહિના સુધી હરિણામાં (Hariyana) મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા તેમજ અન્ય પૂજા સ્થળો ઉપર લાઉડ સ્પીકર (Loud Speaker) વગાડવામાં આવશે. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે આ લાઉડસ્પીકરમાં ત્યાંના વિદ્યાર્થીઓને જગાડવા માટે તેમજ તેઓને ભણવા માટે ઉઠાડવા માટે આ લાઉડ સ્પીકર વગાડવામાં આવશે. આ નિર્ણય હરિયાણાના શિક્ષા વિભાગે લીધો છે. આ ધટનાને સામૂહિર એલાર્મ અથવા માસ એલાર્મ કહેવામાં આવશે. આ એલાર્મ રોજ સાંજે 4.30 વાગ્યે વગાડવામાં આવશે. આ સાથે નવા વર્ષની શરૂઆતમાં શરૂ થનારી 10માં તેમજ 12માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને ઉઠાડવા માટે તેમજ તેઓને પોતાના ભણતર તરફ જાગૃત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે સરકારી સ્કૂલો પણ પોતાના વિદ્યાર્થીઓની ટકાવારીમાં વઘારો કરવા માટેના તમામ પ્રયાસો કરી રહી છે. લાઉડસ્પીકરમાં એલાર્મ વગાડવા માટેનો નિર્ણય પણ આ માટે જ લેવામાં આવ્યો છે. જણાવી દઈએ કે ટ્રાંસફર તેમજ રેશનલાઈજેશનના કારણે એક વર્ષ સુધી વિદ્યાર્થીઓના ભણતર ઉપર અસર થઈ હતી જેની કારણે સરકારા આ પગલું ભરી રહી છે.

શિક્ષા વિભાગના આ નિર્ણય પછી શિક્ષણ વિભાગનું કહેવું છે કે આ નિર્ણય અને તેનું પાલન કરવું કે નહીં તે લોકો પર નિર્ભર છે. ગુરુવારે સૂચના જારી કરનારા માધ્યમિક શિક્ષણ નિયામક અંશજ સિંહે જણાવ્યું હતું કે બોર્ડની પરીક્ષા માટે માત્ર 70 દિવસ બાકી છે. આ વર્ષે શાળા વ્યસ્ત હતી કારણ કે તેમની પાસે વર્કશોપ, તાલીમ જેવા અનેક પ્રોગ્રામો હતાં. અમે શાળાના તર્કસંગતીકરણ અને સામાન્ય સ્થાનાંતરણ દ્વારા સરકારી શાળાઓમાં સંસાધનના ઉપયોગમાં ઘટાડાને સંબોધવાનો પ્રયાસ કર્યો, જેના કારણે શિક્ષણના કલાકોમાં લગભગ 6 અઠવાડિયાનો ગેપ પડયો હતો. તેને કવરની જરૂર છે આથી વિદ્યાર્થીઓ પરીક્ષા માટે સારી રીતે તૈયાર થાય તેની ખાતરી કરવા અમે પગલાંની ભલામણ કરી છે.

શિક્ષકોને બોર્ડની પરીક્ષાના તમામ દિવસોમાં વિદ્યાર્થીઓની 72% થી 90% હાજરી સુનિશ્ચિત કરવા અને શિયાળાના વેકેશન દરમિયાન સવારે 10 થી બપોરના 2 વાગ્યા સુધી વધારાના વર્ગો ચલાવવા સૂચના આપવામાં આવી છે. શાળાઓના વડાઓ અને શિક્ષણ અધિકારીઓ, પંચાયતોની મદદથી, મંદિરો, મસ્જિદો, ગુરુદ્વારા અને ચર્ચના સંચાલનને લાઉડસ્પીકર દ્વારા દરરોજ સવારે 4.30 વાગ્યે જાગવાની સૂચના આપશે. વાલીઓ ખાતરી કરશે કે વિદ્યાર્થીઓ સવારે 5.15 વાગ્યે તેમનો અભ્યાસ શરૂ કરી દે.

Most Popular

To Top