World

PM પદના ઉમેદવાર સુનકની ચેતવણી: બ્રિટન માટે ચીન સૌથી મોટો ખતરો

નવી દિલ્હી: યુકેના (UK) પૂર્વ નાણામંત્રી અને પીએમ (PM) પદના ઉમેદવાર ઋષિ સુનકે ચીનને (China) બ્રિટન માટે સૌથી મોટો ખતરો ગણાવ્યો છે. સુનકે કહ્યું છે કે ચીન બ્રિટનની સાથે સમગ્ર વિશ્વની (World) સુરક્ષા માટે ખતરો છે. પુરાવા માટે તેમણે અમેરિકા, ભારત જેવા દેશોનો ઉલ્લેખ કર્યો છે. 42 વર્ષીય સુનકે જણાવ્યું કે જો તેઓ બ્રિટેનના વડાપ્રધાન બનશે તો તેઓ ટેક્નોલોજી ક્ષેત્રમાં ચીનના વર્ચસ્વ સામેના રક્ષણ માટે નાટોની જેમ સ્વતંત્ર રાષ્ટ્રોનું નવું લશ્કરી જોડાણ બનાવશે. આ ઉપરાંત તેમણે બીજી ઘણી યોજનાઓ શરૂ કરવાની માહિતી પણ આપી હતી.

  • “હું બ્રિટનમાં ચીનની તમામ 30 કન્ફ્યુશિયન સંસ્થાઓને બંધ કરી દઈશ, જે વિશ્વમાં સૌથી મોટી સંખ્યા છે” :ઋષિ સુનક
  • બ્રિટનના પીએમ પદ માટે સુનકની વિદેશ પ્રધાન લિઝ ટ્રસ સાથે ટક્કર

કન્ઝર્વેટિવ પાર્ટીના નેતૃત્વ માટે ચૂંટણી લડી રહેલા સુનકે જણાવ્યું હતું કે, “હું બ્રિટનમાં ચીનની તમામ 30 કન્ફ્યુશિયન સંસ્થાઓને બંધ કરી દઈશ, જે વિશ્વમાં સૌથી મોટી સંખ્યા છે.” ભારતીય મૂળના સાંસદ સુનકે કહ્યું, “ચીન અને કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ચાઇના આ સદીમાં બ્રિટન અને વિશ્વની સુરક્ષા અને સમૃદ્ધિ માટે સૌથી મોટો ખતરો છે. રેડી4ઋષિ અભિયાનના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, “આ નવા સુરક્ષા જોડાણના ભાગરૂપે, યુકે સાયબર સુરક્ષા, ટેલિકોમ્યુનિકેશન સુરક્ષા અને બૌદ્ધિક સંપત્તિની ચોરી અટકાવવા પર આંતરરાષ્ટ્રીય ધોરણો પર ધ્યાન કેન્દ્રિત કરશે. અને ધોરણોને પ્રભાવિત કરવાના પ્રયાસોનું સંકલન કરશે.” સુનક, રિચમન્ડના સાંસદ ઉત્તર યોર્કશાયરમાં, ચીન પર બ્રિટનની ટેક્નોલોજીની ચોરી કરવાનો અને યુનિવર્સિટીઓમાં ઘૂસણખોરી કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, ચીને યુક્રેનમાં થયેલા હુમલામાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનનો સાથ આપ્યો છે. તે શિનજિયાંગ અને હોંગકોંગમાં માનવ અધિકારોનું ઉલ્લંઘન કરે છે અને વૈશ્વિક અર્થતંત્રને ફાયદો પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યું છે.

બ્રિટનના પીએમ પદ માટે સુનકની વિદેશ પ્રધાન લિઝ ટ્રસ સાથે ટક્કર છે. સુનકે તેમના સંદેશમાં ચીનની આક્રમક નીતિઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. સુનકે કહ્યું, “હું અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અને અન્ય વિશ્વ નેતાઓ સાથે કામ કરીશ જેથી કરીને તમામ પશ્ચિમી દેશો ચીનના ખતરાનો સામનો કરવા માટે એક થઈ જાય.”

Most Popular

To Top