SURAT

ફિલિપાઈન્સમાં મેડિકલ નો અભ્યાસ કરતા વિદ્યાર્થી Next ની પરીક્ષા નહિ આપી શકે : સુરતના 400 સહિત ગુજરાતના 3000 વિદ્યાર્થી ચિંતિત

સુરત: ફિલીપીન્સમાં (Philippines) મેડિકલનો (Medical) અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને (Student) Next ની પરીક્ષા ન આપી શકે એવો મનાઈ હુકમ ફરમાવાતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. એટલું જ નહીં પણ વિદ્યાર્થીઓએ ગુજરાત સરકારના મંત્રીઓને લેટર લખી ન્યાયની અપીલ કરી છે. વાલીઓએ જણાવ્યું હતું કે આ દેશના 13000 થી વધુ વિદ્યાર્થીઓનાં ભવિષ્ય સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. ગુજરાતના અંદાજે 3000 થી વધુ વિદ્યાર્થીઓ હોવાનું જેમાં સુરતના 400 વિદ્યાર્થીઓ હોવાનું સામે આવ્યું છે. આ તમામ વિદ્યાર્થીઓએ 2019થી 2021 સુધીના વિદ્યાર્થીઓ હાલ ફિલીપીન્સમાં મેડિકલમાં અભ્યાસ કરી રહ્યા છે. સરકારે 2021માં મનાઈ હુકમ બહાર પાડયો હતો.

નરેન્દ્ર ચૌધરી (જાણકાર)એ કહ્યું હતું કે, આ એક ગંભીર મુદ્દો છે. મેડિકલનો અભ્યાસ કરીને આવેલા વિદ્યાર્થીઓનાં ભાવિ સામે પ્રશ્ન ઉભો થયો છે. વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ ચિંતામાં મુકાયા છે. ગેજેટ પહેલા ના એડમિશન વાળા વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવાની માંગણી કરાઇ હતી. Next ની પરીક્ષાની મંજૂરી નહિ મળતા વિદ્યાર્થીઓનાં ભવિષ્ય દાવ પર લાગયા છે. જેને લઈ વિદ્યાર્થીઓ માનસિક તણાવમાં આવી રહ્યા છે. આ વિદ્યાર્થીઓમાં કેટલાક પરિવાર તો એવા પણ છે જેમણે લોન લઈ , મકાન વેચી બાળકો ને ભણાવી રહ્યા છે. ભારતમાં મેડીકલનો અભ્યાસ ખર્ચ 1 કરોડ થી વધુ નો પડે છે. જ્યારે ફિલિપાઇન્સમાં માત્ર 20-35 લાખમાં આ અભ્યાસ પૂરો થાય છે. એટલે કેટલાક વાલીઓ વિદેશમાં મેડિકલનાં અભ્યાસ માટે મોકલવા મજબુર થતા હોય છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ખાનગી મેડિકલના કોલેજના માફિયાઓ આવા હુકમ ને સમર્થન આપતા હોય છે કે સરકાર સાથેની મિલિભગતમાં આવા નિર્ણય લેવડાવતા હોય છે. દેશના 13 હજાર વિદ્યાર્થીઓ કરોડોનો ખર્ચ કરી દેવાદાર બની દેશમાં જ મેડિકલની ડીગ્રી લઈ લૂંટફાટ કરે એવા આયોજન થઈ રહ્યા હોય એ વાત ને નકારી શકાય નહી, ભારતમાં વિદેશી વિદ્યાર્થીઓ મેડિકલ નો અભ્યાસ કરવા આવતા હોય છે એવી જ રીતે વિદેશમાં પણ આપણા વિદ્યાર્થીઓ મેડીકલનો અભ્યાસ કરવા જતા હોય એમને Next ની પરીક્ષા આપવા પર મનાઈ હુકમ રાખવો એ કેટલું યોગ્ય એવા અનેક પ્રશ્ન ઉભા થાય છે આગામી દિવસોમાં આ મુદ્દે તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ ન્યાય માટે આંદોલન કરે તો નવાઈની વાત નથી.

Most Popular

To Top