Charchapatra

બેન્કોની સિસ્ટમને સુધારવી જ પડશે

કેન્દ્ર સરકાર દ્વારા શિક્ષણ, સ્વાસ્થ્ય, રેલવે, વીમા સાથે બેંકિંગ ક્ષેત્રમાં પણ ખાનગીકરણ તરફ પગલા ભરાિ રહયા છે. પચાસ વર્ષ પૂર્વે ગરીબો સુધી પહોંચવા માટે શ્રીમતી ઇંદિરા ગાંધી દ્વારા બેંકોનું રાષ્ટ્રિયકરણ કરવામાં આવ્યું હતું.

ત્યાર પછી બેંકોનો વિકાસ યોગ્ય રહયો. પરંતુ ખાનગીકરણના દુષ્પરિણામથી સુપરિચિત હોવા છતાં સરકારે બેંકોના ખાનગીકરણ કરવા માટેના પગલા ભરવા માંડયા છે. આ વિષય પર પુર્નવિચારણા થવી જ જોઇએ. ખાનગી બેંકોમાં ગ્રાહકોની જમા પુંજી પૂર્વે ડુબી છે તો કોઇ બેંકોના વહીવટી મંડળના સભ્યોએ જ બેંકને ડૂબાડી હોય એવા ઘણા બનાવો બન્યા છે.

સહકારી બેંકોમાં પણ આવું જ કંઇ બનવાથી ઘણી સહકારી બેંકો પણ બંધ થઇ ગઇ છે અને પ્રજાના પૈસા ડૂબી ગયા છે. રાષ્ટ્રિયકૃત બેંકો પર ગ્રાહકોને જેટલો ભરોસો હોય છે તેટલો ખાનગી બેંકો પર નથી હોતો. છતાં પણ રાષ્ટ્રિયકૃત બેંકોમાન શાષકિય દોષ દેખાય છે તો રાષ્ટ્રિયકૃત બેંકોની સિસ્ટમમાં સુધારો કરવો જ પડશે.

સુરત     – સુભાષ બી. ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top