Entertainment

પોપ સિંગર શકીરા સામે સ્પેનમાં ટેક્સ ફ્રોડનો કેસ ચલાવવાની છૂટ

બાર્સેલોના: એક સ્પેનિશ ન્યાયાધીશે મંગળવારે ટેક્સ (Tax) છેતરપિંડીના આરોપમાં કોલંબિયાની પોપ સિંગર (Pop Singer) શકીરા સામે કેસ ચલાવવાની મંજૂરી આપી હતી. સ્પેનિશ પ્રોસિક્યુટર્સે 2018માં એન્ટરટેઇનર પર 2012 અને 2014 વચ્ચેની આવક પર 14.5 મિલિયન યુરો (13.9 મિલિયન ડોલર) ટેક્સ ચૂકવવામાં નિષ્ફળ રહેવાનો આરોપ મૂક્યો હતો. જો શકીરા કરચોરીમાં દોષિત ઠરે તો ફરિયાદીઓ આઠ વર્ષની જેલની (Jail) સજા અને ભારે દંડની (Penalty) માંગ કરી રહ્યા છે.

45 વર્ષીય શકીરાએ વારંવાર કોઈપણ ખોટું કામ કર્યાનો ઇનકાર કરે છે અને ટ્રાયલમાં જવાનું ટાળવા માટે સત્તાવાળાઓ સાથેના સોદાને નકારી કાઢે છે. શકીરાની પબ્લિક રિલેશન્સ ફર્મે જણાવ્યું હતું કે, શકીરાએ જે તમામ દેવું હતું તે અને વધારાના 3 મિલિયન યુરો (2.8 મિલિયન ડોલર) વ્યાજ ચૂકવી દીધું છે. બાર્સેલોના નજીકના એસ્પ્લુગ્યુસ ડી લોબ્રેગેટ શહેરમાં સ્થિત કોર્ટે જણાવ્યું હતું કે શકીરાને કર છેતરપિંડીના છ ગુનાઓનો સામનો કરવો પડશે. ટ્રાયલની તારીખ હજી નક્કી કરવાની બાકી છે.

આ કેસ એ જગ્યાનો છે જ્યાં શકીરા 2012-14 દરમિયાન રહેતી હતી. બાર્સેલોનાના વકીલોએ આક્ષેપ કર્યો છે કે ગ્રેમી વિજેતાએ તે સમયગાળાના અડધાથી વધુ સમય સ્પેનમાં વિતાવ્યો હતો અને શકીરાનું સત્તાવાર નિવાસસ્થાન બહામાસમાં હોવા છતાં તેણે દેશમાં કર ચૂકવવો જોઈએ. શકીરા, જેનું આખું નામ શકીરા ઇસાબેલ મેબારક રિપોલ છે, તેણે સોકર ખેલાડી ગેરાર્ડ પિક સાથે ડેટિંગ કરવાનું શરૂ કર્યું ત્યારથી તે સ્પેન સાથે જોડાયેલી છે. બે બાળકો ધરાવતા આ દંપતી બાર્સેલોનામાં સાથે રહેતા હતા પરંતુ તાજેતરમાં જ તેમના 11 વર્ષના સંબંધોનો અંત આવ્યો હતો.

Most Popular

To Top