Gujarat

પાવાગઢ મંદિર ભક્તોના દર્શન માટે આટલા દિવસ રહેશે બંધ

વડોદરા: પાવાગઢ (Pavagadh) મંદિર (Temple) ભક્તો માટે 2 દિવસ બંધ રાખવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ફરી એકવાર ગુજરાતના (Gujarat) પ્રવાસે આવી રહ્યા છે. આ વખતે તેઓ વડોદરાની (Vadodara) મુલાકાત લઈ રહ્યા છે. પીએમ મોદી પાવાગઢ ખાતે ધ્વજારોહણ સહિત અલગ અલગ લોકાર્પણ અને ખાતમુહૂત્ત પણ કરશે. પીએમ મોદી જ્યારે પાવાગઢ મંદિરમાં હશે ત્યારે બે દિવસ ભક્તો માટે મંદિર બંધ રહેશે. પ્રધાનમંત્રીના મોદીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. 16 જૂન બપોરે 3થી 18 જૂન બપોરે 3 વાગ્યા સુધી પાવાગઢ મંદિર બંધ રહેશે.

પીએંમ મોદી 16 જૂને ગાંધીનગર ખાતે રાજભવનમાં રોકાશે. ત્યાર બાદ તેઓ 18 જૂને પાવાગઢ સ્થિત મહાકાળી માના દર્શન કરવા પહોંચશે. ત્યાર બાદ પીએમ મોદી પાવાગઢ નજીક વિરાસત ઉધાનની મુલાકાત લઈને વડોદરામા મહિલા સંમેલન સંબોધન કરશે. પાવાગઢ ખાતે 18મી જૂને પીએમ મોદીના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવશે અને આ ધ્વજારોહણ કાર્યક્રમને ખૂબ જ ઐતિહાસિક માનવામાં આવી રહ્યું છે. કારણ કે જૂનું ઐતિહાસિક મંદિરનું શિખર ખંડિત હતું જેના કારણે તેની પર હજારો વર્ષોથી ધ્વજારોહણ કરી શકાતું નહોતું. પરંતુ હવે જ્યારે મંદિરનું નવીનીકરણ થઈ જતા વડાપ્રધાન મોદીના હસ્તે ધ્વજાજી બિરાજમાન થશે.

પીએમ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પીએમ મોદી પાવાગઢ મંદિરના દર્શન કરશે અને ત્યાર બાદ તેઓ અલગ અલગ અનેક કાર્યનું લોકાપર્ણ અને ખાતમુહૂર્ત કરશે. પીએમ મોદી વડોદરમાં મહિલા સંમેલન સંબોધન કરશે. પીએમ મોદી 17-18 એમ બે દિવસ વડોદરા ખાતે રોકાશે, જ્યાં મહાકાળી માના દર્શન કર્યા બાદ તેઓ સંમેલનને સંબોધશે.

પીએમ મોદીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પાવાગઢ મંંદિર બંધ રાખવામાં આવ્યું છે. આ અંગે જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, 17-18 જૂને પીએમ મોદી પાવાગઢમાં મહાકાળી મંદિરમાં 9:15 કલાકે દર્શન કરશે. દર્શન બાદ પીએમ મોદી નજીકના વનની મુલાકાત લેશે. ત્યારબાદ તેઓ વડોદરામાં બપોરે 12:30 વાગે ગુજરાત ગૌરવ અભિયાન હેઠળ વિશાળ જન સભાને સંબોધશે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી 18 જૂનના રોજ પાવાગઢમાં રૂપિયા 121 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા વિવિધ વિકાસકાર્યોનું નિરીક્ષણ તેમજ લોકાર્પણ કરશે.

નોંધનીય છે કે રાજ્ય સરકાર દ્વારા પાવાગઢનું પ્રસિદ્ધ યાત્રાધામ મંદિરનું રિનોવેશન કરવામાં આવ્યુ છે, જેમાં બે હજાર શ્રદ્ધાળુ ડુંગરના કોરિડોર પર એકસાથે ઉભા રહી દર્શન કરી શકશે તેવી રીતે સુવિધાથી મંદિર નવનીકરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મહાકાળી મંદિરના ઘુમ્મટને સોનાના કળશથી મઢ્યા બાદ હવે મંદિરના ગર્ભગૃહને પણ સોનાથી મઢી દેવામાં આવ્યુ છે. 

Most Popular

To Top