National

બિહારના પૂર્વ CM કર્પૂરી ઠાકુરને 100મી જયંતિ પર અપાશે ભારત રત્ન, ભારત સરકાર તરફથી મોટી જાહેરાત

પટનાઃ (Patna) બિહારના પૂર્વ મુખ્યમંત્રી (CM) કર્પૂરી ઠાકુરને ભારત રત્ન (Bharat Ratna) આપવામાં આવશે. કર્પૂરી ઠાકુરને મરણોત્તર ભારત રત્ન એનાયત કરવામાં આવશે. સોમવારે મોડી સાંજે ભારત સરકાર દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. 24મી જાન્યુઆરીએ કર્પૂરી ઠાકુરની 100મી જન્મજયંતિ છે. તેમની જન્મજયંતિના એક દિવસ પહેલા સરકારે કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે.

કર્પૂરી ઠાકુરને તેમની લોકપ્રિયતાના કારણે જનનાયક કહેવામાં આવે છે. તેમનો જન્મ બિહારના સમસ્તીપુરમાં થયો હતો. કર્પૂરી ઠાકુરને કેન્દ્ર સરકાર દ્વારા ભારત રત્ન (મરણોત્તર)થી સન્માનિત કરવામાં આવી રહ્યા છે. કર્પૂરી ઠાકુર સમાજના વંચિત વર્ગના ઉત્થાન માટે તેમના અથાક પ્રયત્નો માટે જાણીતા છે. તેઓ ભ્રષ્ટાચાર વિરોધી નેતા તરીકે પણ પ્રખ્યાત હતા. તેમના શાસનકાળ દરમિયાન અમલમાં આવેલી જમીન સુધારણા યોજના અને શિક્ષણ સુધારણા યોજનાઓની સમગ્ર દેશમાં વ્યાપક અસર હતી. જણાવી દઈએ કે તેઓ પહેલા વ્યક્તિ હતા જેઓએ બિહારમાં દારૂબંધી લાગૂ કરી હતી.

પીએમ મોદીએ આ વાત કહી
પીએમ મોદીએ કહ્યું આ પ્રતિષ્ઠિત સન્માન હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો માટે ચેમ્પિયન અને સમાનતા અને સશક્તિકરણના હિમાયતી તરીકેના તેમના સતત પ્રયત્નોનું પ્રમાણ છે. દલિતોના ઉત્થાન માટે તેમની અતૂટ પ્રતિબદ્ધતા અને તેમના દૂરંદેશી નેતૃત્વએ ભારતના સામાજિક-રાજકીય છબી પર અમીટ છાપ છોડી છે. આ પુરસ્કાર માત્ર તેમના નોંધપાત્ર યોગદાનને જ સન્માનિત કરતું નથી પરંતુ વધુ ન્યાયી અને સમાન સમાજ બનાવવાના તેમના મિશનને ચાલુ રાખવા માટે પણ અમને પ્રેરણા આપે છે.

કર્પુરી ઠાકુર જનનાયકના નામથી પ્રખ્યાત હતા
કર્પૂરી ઠાકુર ‘જન્નનાયક’ તરીકે પ્રખ્યાત હતા. તેઓ ડિસેમ્બર 1970 થી જૂન 1971 અને ડિસેમ્બર 1977 થી એપ્રિલ 1979 સુધી બિહારના મુખ્યમંત્રી હતા. કર્પૂરી ઠાકુર તેમના સમયમાં બિહારના મહાન નેતા હતા. સમાજવાદી નેતા કર્પૂરી ઠાકુરને દલિત અને વંચિતોના અવાજ તરીકે યાદ કરવામાં આવે છે. બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી પ્રસાદ યાદવે ઘણી વખત કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાની માંગ કરી હતી.

Most Popular

To Top