Sports

BCCI: આ પ્લેયર બન્યો 2023નો સર્વશ્રેષ્ઠ ખેલાડી, રવિ શાસ્ત્રી, ફારૂક એન્જિનિયરને મળ્યો આ સન્માન

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના (BCCI) વાર્ષિક પુરસ્કારોની (Award) જાહેરાત કરવામાં આવી છે. હૈદરાબાદમાં આયોજિત આ સમારોહમાં ટીમ ઈન્ડિયાના તમામ સ્ટાર ખેલાડીઓએ ભાગ લીધો હતો. વર્ષ 2023 માટે BCCI પ્લેયર ઓફ ધ યર એવોર્ડ ભારતીય યુવા બેટ્સમેનના નામ પર રાખવામાં આવ્યો હતો. આ ખેલાડીએ રોહિત શર્મા અને વિરાટ કોહલીને પાછળ મુકી દીધા હતા.

હૈદરાબાદમાં મંગળવારે BCCIના વાર્ષિક પુરસ્કારોનું વિતરણ કરવામાં આવ્યું હતું. 2019 પછી પ્રથમ વખત બોર્ડે ખેલાડીઓને એવોર્ડ આપ્યા છે. BCCIએ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણી પહેલા આ ઈવેન્ટનું આયોજન કર્યું હતું. આ સમારોહમાં ભાગ લેવા માટે ભારતીય ટેસ્ટ ટીમના તમામ ખેલાડીઓ પહોંચ્યા હતા. ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડ પણ ખેલાડીઓ સાથે પહોંચ્યા હતા. શુભમન ગિલને વર્ષ 2023 માટે ભારતના સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. મોહમ્મદ શમીને 2019-20 માટે, રવિચંદ્રન અશ્વિનને 2020-21 માટે અને જસપ્રિત બુમરાહને 2021-22 માટે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

BCCI પ્લેયર ઓફ ધ યર
ભારતના યુવા બેટ્સમેન શુભમન ગિલને વર્ષ 2023માં તેના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ યર પસંદ કરવામાં આવ્યો છે. વર્ષ 2023 ગિલ માટે ખૂબ જ યાદગાર રહ્યું. આ 12 મહિના દરમિયાન તે ODIમાં સૌથી ઝડપી બે હજાર રન બનાવનાર ખેલાડી બન્યો હતો અને ODIમાં પાંચ સદી પણ ફટકારી હતી. તેણે ગયા વર્ષે ત્રણેય ફોર્મેટમાં સદીની ઇનિંગ્સ રમી હતી.

ફારુક એન્જિનિયરને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ
મહાન ખેલાડી ફારૂક એન્જિનિયરને કર્નલ સીએકે નાયડુ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેણે ભારત માટે 46 ટેસ્ટ અને પાંચ વનડે રમી હતી. 1961થી 1975ની વચ્ચે તેણે ટેસ્ટમાં 2611 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે બે સદી અને 16 અડધી સદી ફટકારી હતી.

રવિ શાસ્ત્રીને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ
રવિ શાસ્ત્રીને કર્નલ સીએકે નાયડુ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. રવિ શાસ્ત્રીએ ભારત માટે 80 ટેસ્ટ અને 150 વનડે રમી છે. તેણે કોમેન્ટેટર તરીકે પણ ઘણું નામ કમાવ્યું છે અને બે વખત ભારતીય ટીમના કોચ પણ રહી ચૂક્યા છે. તેઓ 2014 થી 2016 વચ્ચે ટીમ ડાયરેક્ટર હતા. તે પછી તે 2021 T20 વર્લ્ડ કપ સુધી ટીમનો મુખ્ય કોચ રહ્યા. તેમના કોચિંગ કાર્યકાળ દરમિયાન ભારતે ઓસ્ટ્રેલિયા સામે તેમના દેશમાં સતત બે ટેસ્ટ શ્રેણી જીતી હતી.

આ ખેલાડીઓ પણ જીત્યા હતા
મોહમ્મદ શમીને વર્ષ 2019-20 માટે પ્લેયર ઓફ ધ યર પસંદ કરવામાં આવ્યો હતો. આર અશ્વિનને વર્ષ 2020-21 માટે BCCI પ્લેયર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. જસપ્રીત બુમરાહને વર્ષ 2021-22 માટે BCCI પ્લેયર ઓફ ધ યર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top