Dakshin Gujarat

રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ભરૂચ જિલ્લામાં 25 બાળકોનો જન્મ, 10 બાળકી

ભરૂચ: (Bharuch) અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે કેટલાંક લોકોના જીવનમાં નવવતરણનું આગમન થતાં આ પરિવાર માટે યાદગાર બની રહેશે. ભરૂચ જિલ્લામાં 22 જાન્યુ.ના સોમવારે 25થી વધુ બાળકોએ જન્મ (Child Birth) લીધો છે. ત્યારે બાળકોનાં રામ, રઘુવંશ, જાનકી, વૈદેહી જેવા નામ રાખવાનું પણ પરિવારજનોએ નક્કી કર્યું છે.

  • રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ભરૂચ જિલ્લામાં 25 બાળકોનો જન્મ, 10 બાળકી
  • બાળકોનાં માતા-પિતા ભાવવિભોર, બાળકોનાં નામ રામ, રઘુવંશ જ્યારે બાળકીઓનું જાનકી, વૈદેહી નક્કી કરાયા

ભરૂચ જિલ્લામાં રામલલ્લાની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બાળકોએ જન્મ લેતા હરખ ઉભો થયો છે. સોમવારે શહેર-જિલ્લાની વિવિધ હોસ્પિટલોમાં જન્મેલા બાળકોને લઇને તેમના માતા-પિતા તેમના પર દેવકૃપા આશીર્વાદથી જન્મ થયો હોય એમ માની રહ્યા છે. રામલલ્લાના જન્મદિવસે જ પોતાના સંતાનનો જન્મ થયો હોવાની ભાવવિભોર ભાવના તેઓ શબ્દોથી વર્ણવી શકતા નથી. ભરૂચ જિલ્લામાં સોમવારે 25થી વધુ બાળકોનો જન્મ થયો હતો, જે પૈકી 10 બાળકી હતી. ત્યારે જન્મેલા બાળકને પરિવારજનોએ રામ, રઘુવંશ, પુરુષોત્તમ જ્યારે બાળકીને જાનકી, વૈદેહી સહિતના નામો રાખવાનું મન બનાવી ચુક્યાં છે.

તબીબે પુત્રનું નામ રઘુવંશ રાખ્યું
ભરૂચના ઝાડેશ્વરની મારૂતિદર્શન સોસાયટી વિસ્તારમાં રહેતાં અને વિલાયતના જુબિલિયન્ટ કંપનીમાં ફેક્ટરી મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતાં શૈલેષ નકુમના ઘરે એક પુત્રનો જન્મ થયો હતો. તબીબે તેમની પત્નીને 18થી 23મી જાન્યુઆરી વચ્ચે પ્રસૂતિ થાય તેવી શક્યતાઓ જણાવી હતી. તેમણે 22મીએ જ સંતાનનો જન્મ થાય તેવી આશા રાખી હતી. જોગાનુજોગ આખરે સોમવારે તેમની પત્નીએ પુત્રને જન્મ આપ્યો હતો, જેને તેમણે ‘રઘુવંશ’ નામકરણ નક્કી કરી દીધું છે.

Most Popular

To Top