Entertainment

ફિલ્મ પઠાને બે દિવસમાં રેકોર્ડબ્રેક કમાણી કરી

નવી દિલ્હી: ચાર વર્ષ પછી સિલ્વર પડદા ઉપર જોરદાર એન્ટ્રી પછી શાહરુખ ખાન ચાહકોનો હોટ ફેવરીટ બની રહ્યો છે. તેની ફિલ્મ (Film) પઠાને (Pathan) અનેક રેકોર્ડો બ્રેક કર્યા છે. અનેક ઈતિહાસો રચી રહી છે. બાયકોટના સમયમાંથી પસાર થયા પછી પણ આ ફિલ્મે માત્ર 2 જ દિવસમાં લગભગ 2 કરોડની કમાણી કરી હોય તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. જો કે આ ફિલ્મે તેની રીલિઝ પહેલા જ ધણાં રેકોર્ડો તોડ્યા છે. જાણકારી મુજબ આ ફિલ્મ માત્ર ભારતમાં જ નહિ પરંતુ વિશ્વભરમાં જબરદસ્ત કમાણી કરી રહી છે.

જણાવી દઈએ કે સિદ્ધાર્થ આનંદ દ્વારા તૈયાર કરવામાં આવેલી ફિલ્મ પઠાનને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. જાણકારી મુજબ આ ફિલ્મે હિંદી ભાષામાં 68 કરોડની કમાણી જયારે અન્ય ભાષાઓમાં 2.5 કરોડની કમાણી માત્ર એક જ દિવસમાં કરી હતી. યશરાજ ફિલ્મના સીઈઓ અક્ષય વિધાને જાણકારી આપી છે કે ઉદ્યોગ જગતમાં આ રીતને રેકોર્ડબ્રેક સકસેસ મળવાના કારણે અમે ખૂબ જ ખુશ છીએ તેઓએ કહ્યું કે આ ફિલ્મની સફળતા પાછળ અમે તમામ કલાકારનો આભાર માનીએ છીએ જેઓએ આ ફિલ્મને સફળ બનાવવા માટે ખૂબ જ મહેનત કરી છે.

બોયકોટ ટ્રેન્ડ પર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરનું મોટું નિવેદન
બોયકોટ ટ્રેન્ડ પર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરનું મોટું નિવેદન આવ્યું છે. જ્યાં એક તરફ ફિલ્મ પઠાણ સફળતાના ઝંડા લહેરાવી રહી છે. તે જ સમયે આ ફિલ્મને મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોમાં બહિષ્કારનો સામનો કરવો પડ્યો હતો. ઘણા સિનેમાઘરોમાં ફિલ્મની રિલીઝ પણ રોકી દેવામાં આવી હતી. ફિલ્મના પોસ્ટરો ફાડી નાખવામાં આવ્યા હતા. આ બધાની વચ્ચે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરનું નિવેદન પણ સામે આવ્યું છે. જેમાં તેણે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા બોયકોટ ટ્રેન્ડ પર પણ વાત કરી હતી.

અનુરાગ ઠાકુરે કહ્યું કે આજે આપણી ફિલ્મો દુનિયામાં પોતાનું આગવું સ્થાન ઉભુ કરી રહી છે. ત્યારે બોયકોટ જેવી બાબતોથી ધણું નુકશાન થાય છે. ઘણી વખત લોકો સંપૂર્ણ માહિતી વિના ટિપ્પણી કરે છે, તો તે નુકસાન પણ કરે છે, આવું ન થવું જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે ભારત સરકારે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન બનાવ્યું છે કે જો કોઈ ફિલ્મ થિયેટરમાં જશે તો તે ત્યાંથી પસાર થશે. તે તમામ પાસાઓનું ધ્યાન રાખે છે. ત્યાંથી પરવાનગી લીધા બાદ તે થિયેટરમાં આવે છે. જેના કારણે આપણે આ અંગે ટેન્શન લેવાની જરૂર નથી.

Most Popular

To Top