Dakshin Gujarat

દીપડો શિકાર કરવા આવ્યો.. બકરીએ ચીસ પાડી.. અને પછી થયું આવું..

ધરમપુર: (Dharampur) ધરમપુર તાલુકાના કરંજવેરી ગામના માલઘર ફળિયામાં મંગળવારે રાત્રિ દરમિયાન એક દીપડાએ (Panther) કોઢારામાં બાંધેલી બકરી પર હુમલો કરી શિકાર કરવાની કોશિશ કરી હતી. જો કે, બકરીએ મચાવેલી ચીસાચીસથી જાગી ગયેલા પરિવારે બેટરી મારતાં દીપડો બકરી છોડી ભાગી છૂટ્યો હતો. બીજી તરફ નેત્રંગ (Netrang) તાલુકાના આજોલી ગામે ઘર આંગણે બાંધેલી પાડી ઉપર દીપડાએ રાત્રિના સમયે હુમલો કરી શિકાર કરતા પંથકના પશુપાલકો સહિત ખેડૂતો, ખેતમજુરોમાં ભયનો માહોલ જોવા

પ્રથમ ઘટનામાં ધરમપુર તાલુકાના કરંજવેરી ગામના માલઘર ફળિયામાં એક દીપડાએ કોઢારામાં બાંધેલી બકરી પર હુમલો કરી શિકાર (Hunting) કરવાની કોશિશ કરી હતી. તે જ સમયે બકરીએ મચાવેલી ચીસાચીસથી જાગી ગયેલા પરિવારે બેટરી મારતાં દીપડો બકરી છોડી ભાગી છૂટ્યો હતો. આ અંગે સરપંચ બાળુભાઈ સિંધા અને માલઘર ફળિયાના હરીશ બિસ્તુ ગાવીતે વન વિભાગને જાણ કરતાં વન વિભાગે પાંજરું મૂકવા તજવીજ હાથ ધરી હતી. ધરમપુરના કરંજવેરી ગામે માલઘર ફળિયામાં કાળધીબેન મનુભાઈ ભડગીયાના ઘરના કોઢારામાં છ જેટલી બકરી બાંધી હતી. ગત રાત્રિએ પરિવાર જમી પરવારી સૂતો હતો. ત્યારે 11 વાગ્યાના સુમારે આવી ચઢેલા દીપડાએ બકરીના ગળામાં હુમલો કર્યો હતો. જેને લઇ બકરીએ ચીસો પાડતાં જાગી ગયેલો પરિવાર અને સ્થાનિક રહીશો દોડી આવ્યા હતા. લોકોની બૂમો સાંભળી દીપડો ભાગી છૂટ્યો હતો. કાળધીબેન સાથે રહેતા તેના પૌત્ર ગોવિંદ ગાંવિતે સરપંચ, વન વિભાગ અને પશુ દવાખાનામાં જાણ કર્યા બાદ બકરીને સારવાર આપવામાં આવી હતી.

નેત્રંગના આજોલીમાં ઘર આંગણે બાંધેલા પશુ ઉપર દીપડાનો હુમલો

નેત્રંગ : નેત્રંગ તાલુકાના આજોલી ગામે ઘર આંગણે બાંધેલી પાડી ઉપર દીપડાએ રાત્રિના સમયે હુમલો કરી શિકાર કરતા પંથકના પશુપાલકો સહિત ખેડૂતો, ખેતમજુરોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. નેત્રંગ રાજપારડી રોડ પર ડુંગરાળ તેમજ જંગલ વિસ્તારને અડીને આવેલા આજોલી ગામના નવીવસાહત ફળીયા વિસ્તારમાં તા. ૮મી ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ રાત્રિના ત્રણથી ચારના સમયગાળા દરમિયાન પશુપાલક સુખદેવભાઇ વસાવાના ઘરઆંગણે બાંધેલી પાડીનો શિકાર કરવા માટે તરાપ મારી હતી, પરંતુ આ સમયગાળા દરમિયાન અન્ય પશુઓએ બુમાબુમ કરી મુકતા પશુમાલિક સુખદેવભાઇ તેમજ અન્ય રહીશો જાગી જતા દીપડો પાડીનો શિકાર કરવાનું પડતું મુકીને ભાંગી છુટ્યો હતો, પરંતુ દીપડાના હુમલાથી પાડીને ગંભીર ઇજા થતા તે મરણ પામી હતી. આ ઘટનાની જાણ નેત્રંગ વન વિભાગને કરવામાં આવતા વનવિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે આવી પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top