નવી દિલ્હી: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. તેના ફાયદા સાથે જોખમો પણ અનેક છે, ત્યારે ભારત સરકારે હવે...
બીજા વર્ષની પરીક્ષાના પ્રથમ દિવસે જ પ્રશ્નપત્ર નહીં આવતા 140 જેટલા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મૂકાયા ફેકલ્ટીના ડીન પ્રોફેસર આધ્યા સક્સેનાએ તાત્કાલિક અસરથી ગુજરાતી...
સુરત: શહેરના ડિંડોલી વિસ્તારમાં રહેતો એક યુવક જીવનથી હતાશ થઈને રેલવે પાટા પર સ્યુસાઈડ કરવા જઈ રહ્યો હોવાનો કોલ મળતા જ ડિંડોલી...
શહેરના વોર્ડ નંબર 19 ના કોર્પોરેટર અલ્પેશ લીમ્બચીયા પુનઃ એક વખત વિવાદમાં આવ્યા છે હાઈવે પરની એક હોટલ ઉપર મિત્રો સાથે જમવા...
મેંગલુરુઃ કર્ણાટકના (Karnataka) મેંગલુરુમાંથી (Mangaluru) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના કડાબા વિસ્તારમાં એક યુવકે એક બે નહી પણ ત્રણ સગીરાઓ...
છ માસ પહેલા કુલ ચાર કેદી ભાગી ગયાં હતાં બોરસદ સબ જેલમાં છ માસ પહેલા ગાર્ડને ચકમો આપી ચાર કેદી ભાગી ગયાં...
નવી દિલ્હી: કેન્દ્રશાસિત પ્રદેશ (Union Territory) દિલ્હીની આમ આદમી પાર્ટીની (Aam Aadmi Party) સરકારે સોમવારે વર્ષ 2024નું બજેટ (Budget) રજૂ કર્યું છે....
સુરત (Surat) : સુરતમાં રહેતા અને મુંબઈમાં (Mumbai) જીએસટી (GST) વિભાગમાં આસિસ્ટન્ટ કમિશનર (Assistant Commissioner) તરીકે ફરજ બજાવતા અધિકારીની દીકરી વી. મનુશ્રીએ...
સુરત(Surat): ડિંડોલી વિસ્તારમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નાના-નાના બાળકો રમતાં હોય ત્યારે પરિવારજનો તેઓને એકલા મૂકીને પોતાના કામમાં...
પ્રતિમાને ખંડિત કરનાર અસામાજિક તત્વો સામે હિન્દુ લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ કરજણ તાલુકાના કણભા ગામે મંદિરમાંથી વેરાઈ માતાજીની પ્રતિમા કોઈ અસામાજિક...
સુરત: રવિવારે મધ્યરાત્રિએ શહેરના ઉધના વિસ્તારમાં આવેલી દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કચેરીમાં અચાનક આગ (Fire) લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ભીષણ આગને...
ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રેક્ટરની ટ્રોલી રોડ પર જ ઉથલી પડી ખેડા જિલ્લાના નડિયાદ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર એક...
આજકાલ ચારે બાજુ શિક્ષણના પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે. શું ખરેખર આ ક્ષેત્રે કટોકટી ઊભી થઈ છે? શિક્ષણ એટલે શું – સરવાળા, બાદબાકી,...
સુરત (Surat) : શહેરમાં છેલ્લાં કેટલાંય વખતથી પાણી (Water), ડ્રેનેજ (Drainage) પાઈપ લાઈન નાંખવા તથા મેટ્રોના (Metro) કામકાજના લીધે અનેક રસ્તાઓ બંધ...
જામનગર: નીતા અંબાણીએ (Nita Ambani) તેમના પુત્ર અનંત અંબાણીના (Anant Ambani) પ્રી-વેડિંગમાં (Pre-wedding) વિશ્વંભરી સ્તુતિ (Viswambhari Stuti) પર સુંદર પ્રેઝન્ટેશન (presentation) આપ્યું...
વડોદરા તા.3સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમે પૂર્વ વડોદરા રણજી પ્લેયર અને કોચ રહી ચૂકેલા તુષાર આરોઠે સહિત ત્રણ જણાની 1.39 કરોડ જેટલી માતબર...
વડોદરા તા.3ભાજપના નેતાઓની આંતરિક ખટપટો અને નબળી ઈચ્છાશક્તિ ધરાવતી રાજકીય નેતાગીરીને કારણે વડોદરા વિકાસની દોડમાં ઘણું પાછળ રહી ગયું છે તે બાબતે...
નવી દિલ્હી: દિલ્હી દારૂના ઘોટાળા કેસમાં પૂછતાછ માટે ઈડી (ED) કેજરીવાલને 8 સમન (Summons) મોકલી ચૂકી છે. તેમ છતા કેજરીવાલ હજુ સુધી...
નવી દિલ્હી(NewDelhi): નોટ ફોર વોટ (NoteForVote) કેસમાં સુપ્રીમ કોર્ટે (SupremeCourte) મોટો નિર્ણય સંભળાવ્યો છે. હવે જો સાંસદો ગૃહમાં ભાષણ આપવા કે વોટ...
કેવડીયા, તા.3સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ, એકતા નગરની આઠમી ગર્વર્નિંગ બોડીની બેઠક ચેરમેન મુકેશ પુરીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે...
વડોદરા તા.3સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વડોદરા શહેર જિલ્લામાં ફરી સપાટો બોલાવ્યો છે. જેમાં એસએમસીએ વડોદરાના પાદરા તાલુકાના લકડીકુઇ ગામે તથા કિશનવાડી વિસ્તારમાં...
નડિયાદ, તા.3ખેડા જિલ્લા પોલીસ બેડામાં 130 પોલીસ કર્મચારીઓની બદલીઓ કરાઈ છે. જેમાં એ.એસ.આઈ.થી માંડી હેડ કોન્સ્ટેબલોની બદલી કરાઈ છે. જો કે, ખેડા...
આણંદ તા.3ચારુસેટ કેમ્પસમાં યુએસએ યુનિવર્સિટી એજયુકેશન ફેર યોજાયો હતો. અમેરિકા સરકારની ગુજરાત સ્થિત એકમાત્ર ઓફિસ ઇન્ડો અમેરિકન એજ્યુકેશન સોસાયટી દ્વારા સીડીપીસીના સંયુક્ત...
કપડવંજ તા.3ખેડા જિલ્લામાં કપડવંજ અને કઠલાલ પંથકમાં આવેલા કમોસમી વરસાદ માવઠાના કારણે ઉભા પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હોવાનું ખેડૂતો દ્વારા જણાવાયું...
૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ યુક્રેન પર આક્રમણ પછી અઠવાડિયામાં જ રશિયન ચલણ રૂબલ ક્રેશ થયું હતું અને વિદેશી રોકાણકારો રશિયા છોડી ભાગી...
ભારતના ચોખા ખરીદી કાર્યક્રમ અંગે વિશ્વ વેપાર સંગઠન (ડબ્લ્યૂટીઓ) માં થાઈલેન્ડના રાજદૂત તરફથી વિવાદાસ્પદ ટિપ્પણી કરાયા બાદ તેની સામે ભારત સરકારે ભારે...
મારું ચર્ચાપત્ર 1 ફેબ્રુઆરી 2024ના રોજ વિકલ્પ શોધી શકાય’ એ મથાળા હેઠળ વિષય હતો. વસ્તાદેવડી રોડ શ્રી ચંદ્રશેખર આઝાદ પુલ પર લગભગ...
૨૦૧૪ માં વડાપ્રધાન બનતાંની સાથે જ “હવે ભ્રષ્ટાચાર કરવો ભૂલી જજો, દર 6 મહિને બધા મંત્રીઓની ફાઇલ ચેક કરીશ અને કોઈ પણ...
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે રામભકિતમાં લીન બનેલ પ્રજાએ રામનામના ભગવા પર રામ ગલી ગલી, ઘરો ઉપર અને વાહનો ઉપર લગાવ્યાં હતાં. તે...
આજવા રોડ પર રહેતો પરિવાર રાજપીપળા વતનથી પરત ઘરે આવતો ત્યારે ગમખ્વાર અકસ્માત થયો પનેશનલ હાઇવ પર તરસાલી બાઇપાસ પાસે રોડની સાઇડમાં...
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
નવી દિલ્હી: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. તેના ફાયદા સાથે જોખમો પણ અનેક છે, ત્યારે ભારત સરકારે હવે એઆઈ પ્રોડક્ટના લોન્ચ અને ઉપયોગ મામલે નિયમો બનાવ્યા છે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે ટેક કંપનીઓ માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સંબંધિત એડવાઈઝરી બહાર પાડી છે. મંત્રાલયે એઆઈના દુરુપયોગને અટકાવવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મની આકરી ટીકા પણ કરી હતી.
સરકારની એડવાઈઝરી અનુસાર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સંબંધિત કંપનીઓ દેશમાં તેમના AI પ્રોડક્ટ્સ લોન્ચ કરતા પહેલા સરકાર પાસેથી મંજૂરી લેવી પડશે. આ સાથે જ તમામ એજન્સીઓએ તાત્કાલિક આ એડવાઈઝરીનું પાલન કરવાનું રહેશે. 15 દિવસમાં એક્શન-કમ-સ્ટેટસ રિપોર્ટ સબમિટ કરવા માટે પણ આદેશ કરાયો છે.
ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે એડવાઈઝરીમાં કહ્યું છે કે, તમામ એજન્સીઓ/પ્લેટફોર્મને સૂચના આપવામાં આવે છે કે તેઓ એઆઈ – ખોટી માહિતી, ખાસ કરીને ડીપફેક્સને કારણે વપરાશકર્તાઓને થતા નુકસાનને લગતા નિયમોનું પાલન સુનિશ્ચિત કરે.
સરકારે એડવાઈઝરીમાં એમ પણ કહ્યું છે કે AI-આધારિત સામગ્રીને અમુક કાયમી મેટા ડેટા અથવા અન્ય કોઈ ઓળખ સાથે રિલીઝ કરવી જોઈએ, જેથી જો કોઈ ફેક ન્યૂઝ અથવા ડીપફેકમાં તેનો ઉપયોગ કરવામાં આવે તો તેના સર્જકની ઓળખ થઈ શકે.
કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે AI જેવી ટેક્નોલોજી માટે આ કરવું ખૂબ જ જરૂરી છે કારણ કે આ ટેક્નોલોજીનો કોઈ પ્રોટેક્ટર નથી. અમે એક એવી સિસ્ટમ તરફ આગળ વધી રહ્યા છીએ જ્યાં પ્રોડક્ટ લૉન્ચ કરતા પહેલા વધુ કડકતા જરૂરી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જો કોઈ પણ AI મોડલને ‘અંડર-ટેસ્ટિંગ’ના લેબલ સાથે માર્કેટમાં લૉન્ચ કરવું હોય તો પણ તેને સરકાર દ્વારા મંજૂરી લેવી પડશે.
ખરેખર તો ગૂગલના AI ટૂલ જેમિનીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે પૂછવામાં આવેલા એક પ્રશ્નનો કથિત રીતે પક્ષપાતી જવાબ આપ્યો હતો. ત્યારથી, જેમિનીના પ્રોગ્રામિંગને લગતી ચર્ચા વધુ તીવ્ર બની છે. ત્યાર બાદ જ ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય દ્વારા AI સંબંધિત એડવાઈઝરી જારી કરવામાં આવી છે.