Vadodara

વડોદરાના તરસાલી બાયપાસ પાસે ટ્રેલરમાં કાર ઘુસી જતા પટેલ પરિવારનાં પાંચ લોકોના ઘટનાસ્થળે મોત

આજવા રોડ પર રહેતો પરિવાર રાજપીપળા વતનથી પરત ઘરે આવતો ત્યારે ગમખ્વાર અકસ્માત થયો


નેશનલ હાઇવ પર તરસાલી બાઇપાસ પાસે રોડની સાઇડમાં પાર્ક કરેલા ટ્રેલરમાં પાછળથી કાર ઘુસી જતા કારમાં સવાર પટેલ પરિવારના પાંચ લોકોના ઘટના સ્થળ પર કરૂણ મોત નિપજ્યા હતા. જોકે સદનસીબે એક બાળકીનો આબાદ બચાવ થયો છે. અકસ્માતના કારણે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. અકસ્માત બાદ ટેલર ચાલક ફરાર થઈ ગયો હોય પોલીસ દ્વારા તેની શોધખોળ હાથ ધરાઇ છે.
વડોદરા શહેરના આજવા રોડ પર મધુનગરમાં રહેતો પરિવાર પોતાના રાજપીપળા ખાતે વતન ગયો હતો અને રવિવારના રોજ રાત્રીના સમયે પરિવાર કારમાં પરત આવી રહ્યા હતા. ત્યારે તરસાલી બાઇપાસ પાસે એક ટ્રેકલ ચારલે પોતાનું ટ્રેલર હાઇવે રોડની સાઇડમાં પાર્ક કરેલું હતું. દરમિયાન ભરૂચ તરફથી કાર લઇને પરત વડોદરા પરિવારના ચાલકે જાણવા મળ્યા મુજબ ઓવરટેક કરવા જતા ઉભેલા ટ્રેલરમાં પાછળથી કાર ઘુસી ગઇ હતી. જેમાં બે ભાઇ અને દેરાણી જેઠાણી સહિત એક બાળકનું ઘટના સ્થળ પર કરૂણ મોત નિપજ્યું હતુ. જ્યારે ચારથી પાંચ વર્ષની એક બાળકીનો સદનસીબે બચાવ થયો છે. અકસ્માત થયા બાદ ઘટના સ્થળ પરથી ટ્રેલ ચાલક ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ સહિત હાઇવે ઓથોરિટીના જવાનો પણ દોડી આવ્યા હતા. અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.દોડી આવેલી પોલીસે ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. સ્થાનિક પોલીસે ગુનો દાખલ કરીનેફરાર થઇ ગયેલા ટ્રેલર ચાલકની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે.

હાઇવે પર પાર્ક થતા વાહનના ચાલકો સામે કાર્યવાહી કરવા માગણી

નેશનલ હાઇવે પર ટ્રેલરના ચાલકો લાંબી મુસાફરી કરતા હોવાના કારણે તેમને ઉંઘ આવી જતા તેઓ હાઇવે પર ટ્રેલર, ટ્રક સહિતના વાહનો હાઇવે પર સાઇડમાં પાર્ક કરીને ઉભા રહી આરામ ફરમાવવા જતા રહેતા હોય છે. જેના કારણે અવાર નવાર અકસ્માતના બનાવો બનતા હોય છે. જેથી હાઇવે પર રોડની સાઇડમાં પાર્ક થતા વાહનો સામે કડક કાર્યવાહી કરવા માગણી કરાઇ છે.

એક બાળકીનો આબાદ બચાવ થયો
આજવા રોડ પર આવેલા મધુનગરમાં રહેતા પ્રજ્ઞેશ ભાઇ પટેલ તેમના તેમની પત્ની, નાનાભાઇ, તેમની પત્ની અને સાત મહિનાનુ એક બાળક તથા એક બાળકી સાથે રાજપીપળા પોતાના વતનથી દર્શન કરીને પરત આવી રહ્યા હતા તે દરમિયાન ટ્રેલર સાથે અકસ્માત થયો હતો. જેમાં પાંચ લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે એક બાળકની સદનસીબે આબાદ બચાવ થયો છે,પરંતુ બાળકીને માતા પિતાની છત ગુમાવી દીધી છે.

Most Popular

To Top