Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: શહેરના પાલનપુર જકાતનાકા પાસે ગઈકાલે સાંજે બાઈક (Bike) ઉપર આવેલા બે અજાણ્યાએ યુવક ઉપર જીવલેણ હુમલો (Attack) કર્યો હતો. યુવકને પેટમાં ચપ્પુના (Knife) ઘા મારી ભાગી જતાં અડાજણ પોલીસે (Police) હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

અડાજણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ એસએમસી આવાસમાં રહેતા 27 વર્ષીય અર્જુન નથ્થુ સૂર્યવંશીએ અડાજણ પોલીસ સ્ટેશનમાં તેના ફોઈના દીકરા ઉપર હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઈકાલે સાંજે સાડા પાંચેક વાગે પાલનપુર જકાતનાકા શાંતિકુંજ ગાર્ડન સામે મુક્તાનંદ સોસાયટીમાં તેના ફોઈના પુત્ર સાગર સાથે બાઈક પર આવેલા બે જણાએ ઝઘડો કર્યો હતો. જેમાંથી એકે છરો કાઢી પેટના ભાગે ઘા ઝીંકી આંતરડાં બહાર કાઢી લોહીલુહાણ કરી ભાગી ગયો હતો. પોલીસે આ અંગે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે. સાગર રત્નકલાકાર છે. અજાણ્યાઓએ મને કેમ જુએ છે? તેમ કહીને સામાન્ય વાતે ઝઘડો કરી હુમલો કર્યો હતો.

કડોદરામાં ગાળો બોલવાની ના પાડતાં પાડોશીએ ચપ્પુ મારી દીધું
પલસાણા: કડોદરા ખાતે જૂની અદાવતમાં બે પડોશીઓ વચ્ચેની ઉગ્ર બોલાચાલી થઈ હતી. બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં એક યુવાને બીજાને ગદડાપાટુનો માર મારી ચપ્પુના બે ઘા મારતાં ઇજાગ્રસ્ત યુવાનને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ મહારાષ્ટ્રના ધુલિયાના અને હાલ સુરતના કડોદરા ખાતે સત્યમનગરમાં નહેર પાસે રહેતા સુપાબાઈ કૃષ્ણન વાઘ તેમના પુત્ર અને પુત્રી સાથે રહે છે, સુપાબાઇ વરેલીની જ્યોતિ મિલમાં ઝાડુપોતું કરી ગુજરાન ચલાવે તેમજ પુત્ર વિજય છૂટક કડિયાકામ કરે છે.

ગત મંગળવારે રાતે વિજય વાઘ જમીને પોતામાં મકાનના ધાબા પર સૂવા માટે ગયો ત્યારે પોતાના ઘરે હતો. તેમની પડોશમાં રહેતો હરીશ સંતોષ પાટીલ જૂની અદાવતમાં વિજયભાઈને ફળિયામાં ગાળો બોલવા લાગ્યો હતો. જેથી વિજયભાઈ ધાબા પરથી ઊતરી પોતાના ઘરમાં ઓટલા પર આવ્યો અને હરેશને ગાળો બોલવા ના પાડી ત્યારે હરીશ પાટીલે ઉશ્કેરાટમાં આવીને પોતાની પાસે રહેલો ચપ્પુથી વિજય હુમલો કરી પેટના જમણા તરફ અને ડાબા હાથે ઘા ઝીંકી દેતાં વિજયભાઈ અને તેની માતા સુપાબાઇએ બૂમાબૂમ કરી દેતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. વિજયભાઈને લોહીલુહાણ હાલતમાં સંજીવની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે સુપાબાઈએ હરીશ પાટીલ વિરુદ્ધ કડોદરા પોલીસમથકમાં ફરિયાદ આપી હતી.

To Top