Entertainment

આમિરની ટ્વીટ પર વીડિયો ડિલીટ થવાના કારણે ફેન્સ ચોંકી ગયા, જો કે પછી ફરીથી શેર કરવામાં આવ્યો

મુંબઈ: આમિર ખાન (Aamir Khan) પ્રોડક્શન્સ (Productions) દ્વારા કરવામાં આવેલ એક ટ્વીટએ (Tweet) જબરદસ્ત ધૂમ મચાવી છે. પ્રોડક્શનના ટ્વિટર હેન્ડલ પર માફી માંગતો વીડિયો (Video) શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયો ક્લિપમાં લોકોની માફી માંગવામાં આવી હતી. જેમાં લખવામાં આવ્યું હતું કે જો મારા કથન અને કૃત્યથી અજાણતા કોઈનું દિલ દુભાવ્યું હોય તો હું માફી માંગુ છું. આ ટ્વીટ પોસ્ટ થતાની સાથે જ વાયરલ થઈ ગઈ હતી. કારણ કે આ ટ્વીટ આમિર ખાન પ્રોડક્શનની હતી.

પરંતુ વાર્તામાં ટ્વિસ્ટ આવ્યો હતો. ટ્વીટ ડિલીટ થવાના કારણે ફેન્સ ચોંકી ગયા આ ટ્વીટ પોસ્ટ થયાના લગભગ 12 કલાક બાદ તેને હટાવી દેવામાં આવી છે. જેના કારણે અનેક સવાલો ઉઠી રહ્યા હતા. ઘણા લોકોનું માનવું હતું કે આમિર ખાન પ્રોડક્શનનું ટ્વિટર એકાઉન્ટ હેક થઈ ગયું છે. જો કે મળતી માહિતી મુજબ આમિર ખાને જે વીડિયો ટ્વિટ કર્યો હતો તેમાં તેણે શરૂઆત મિચ્છામી દુક્કડમથી કરી હતી. તેણે જણાવ્યું હતું કે આપણે સૌ માનવી છે. બધાથી જ ભૂલો થાય છે. કયારેક બોલીને..કયારેક હરકતોથી.. કયારેક અંજાનથી…કયારેક ગુસ્સમાં..કયારેક મજાકમાં..કયારેક ન વાત કરીને…જો હુંએ કોઈ પણ રીતે તમારા દિલને ઠેસ પહોંચાડી હોય તો હું મન, વચન, કાયા થી માફી માગુ છું…’ જો કે આ વીડિયો ડિલીટ કર્યાના થોડા સમય પછી પાછો વીડિયો શેર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ અગાઉ શેર કરેલા વીડિયોમાં ઈન્સાન શબ્દનો ઉલ્લેખ થયો હતો જે ખોટી રીતે લખવામાં આવ્યો હતો. પછી ‘ઈન્સાન’ સાચી રીતે લખીને બીજીવાર વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ આમિર ખાન પ્રોડક્શન વતી મુકવામાં આવેલ માફીના વીડિયોને લોકોએ લાલ સિંહ ચઢ્ઢાની નિષ્ફળતા અને આમિર ખાનના જૂના વિવાદાસ્પદ નિવેદન સાથે જોડ્યો હતો. યૂઝર્સનું માનવું હતું કે લાલ સિંહ ચઢ્ઢાના ફ્લોપ પછી આમિરે પાઠ શીખ્યો છે. એટલા માટે હવે તેણે પોતાના નિવેદન માટે માફી માંગી છે. જો આમિરે આ પહેલા કર્યું હોત તો તેની ફિલ્મની બોક્સ ઓફિસ પર ખરાબ સ્થિતિ ન હોત. કેટલાક લોકો આમિર ખાનના સમર્થનમાં પણ આવ્યા હતા.

Most Popular

To Top